________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમુર્તિકચેતનભાવ અધિકાર ૧૧૭ જીવના અમૂર્તિક ગુણોરૂપે જીવના જે અમૂર્તિક અસંખ્યાત પ્રદેશો તે પ્રદેશોની ચરમદેહુપરિમાણથી જરાક ઓછી નિજ સ્વાભાવિક નરાકારપરિમિતિ તે પરિમિતિને સૂક્ષ્મ અવગાહના કહેવામાં આવે છે. વળી જ્યારે અમૂર્તિક પ્રદેશ વિકારરૂપે પ્રવર્તે છે ત્યારે જેવો પૌગલિક દેહાકાર અને દેહપરિમિતિ બને છે તે અનુસારે જીવના પણ અસંખ્યાત પ્રદેશો તેવા જ આકારે તેવા જ પ્રમાણરૂપે થઈ પરિણમે છે. એવા અમૂર્તિક જીવપ્રદેશોનું જે વિકારરૂપે થવું તેમાં એક જીવના જ પ્રદેશો વ્યાપ્યવ્યાપક થાય છે. તે આ જીવપ્રદેશના વિકારથી જીવનો નામ સ્વાંગ નીપજે છે.
(ગોત્ર) વળી પૌદ્ગલિક અખાડામાં પૌદ્ગલિક દેહસ્કંધને ઉચ્ચની પદવીરૂપે દર્શાવે છે અથવા નીચની પદવીરૂપે દર્શાવે છે તે પૌદ્ગલિક ભાવને ગોત્રકર્મનો સ્વાંગ કહેવામાં આવે છે. વળી આ જીવનો જે અગુરુલઘુગુણ છે તે અગુરુલઘુગુણ કોને કહેવામાં આવે છે? દ્રવ્યના જે અનંતગુણો છે તે પોતપોતાના સ્વભાવરૂપે પરિણમે છે. પોતપોતાની નિજાતિરૂપે નિશ્ચલ રહે છે તે સ્વભાવશક્તિને અગુરુલઘુગુણ કહેવામાં આવે છે. જીવના અગુરુલઘુગુણનો આવો નિજસ્વભાવ છે કે તે જીવદ્રવ્ય નિન્જાતિસ્વભાવરૂપ કુટસ્થ (નિશ્ચલ) પ્રવર્તે છે તે અગુરુલઘુગુણનો નિન્જાતિસ્વભાવ (છે). વળી જો તે અગુરુલઘુગુણ વિપરીતરૂપ થાય છે તો તે વિપરીતપણું શું? દ્રવ્યના ગુણપ્રદેશો જેવા ને તેવા સ્વભાવરૂપે ન રહે, સર્વથા અન્ય અન્યરૂપે થતાં રહે. વળી તેવું થયું તે અગુરુલઘુગુણનું વિપરીતપણારૂપ પ્રવર્તવું છે. તે અગુરુલઘુગુણના પરભાવને ગોત્રસ્વાંગ કહેવામાં આવે છે અથવા એ રીતે જીવ પાપરૂપે પરિણમે તો નચરૂપ પણ થાય છે. અને જીવ પુણ્યરૂપ પરિણમતાં ઉચ્ચરૂપ થાય છે, આમના કારણે (આ પાપપુણ્યના કારણે) જીવનું નિન્જાતિરૂપ પરિણમન અતીતકાલમા જેવું ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com