________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
આત્માવલોકન નપુંસકવેદનો સ્વાંગ છે ત્યારે અમૂર્તિક ચેતનપુરુષ સ્ત્રીવેદના મિશ્રભાવથી આ જીવના ચારિત્રગુણનું રંજિત થવું તે અમૂર્તિક ચેતનચારિત્રમોહનો નપુંસકવેદ સ્વાંગ થાય છે.
દેખો ભવ્ય! એવી રીતે જે ચેતનચારિત્રાવરણ ગુણ પરભાવરૂપ કે મોહભાવરૂપ થઈ નાચે છે તે, તે પૌગલિક મોહકર્મરૂપ નાટકથી જુદો જ છે તે, તે પુદ્ગલને ત્રણ કાલમાં પણ સ્પર્શતો નથી, સમ્યજ્ઞાની તેની સાથે કોઈ પણ સંબંધ દેખતો નથી.
(આયુ-) વળી તે પૌદ્ગલિક અખાડામાં “આયુ” એવા નામનું એક કર્મનાટક નાચે છે. તે કેવા પ્રકારનું છે તે કહેવામાં આવે છે :
જે પૌલિક સ્કંધ જીવપ્રદેશોની સાથે અસ્પષ્ટ શરીરાદિ પૌદ્ગલિક વર્ગણાને એકસંબંધરૂપ રાખે, સ્થિતિ પ્રમાણ સુધી રાખે તે પૌગલિક આયુકર્મનો સ્વાંગ નીપજ્યો છે. ત્યારે આ જીવના ચરમદેહથી જરાક ઓછો જે મૂલ અવગાહના ગુણ તે ગુણ પરભાવરૂપ થયો ત્યારે તે અન્ય અન્ય પરિમાણમાં વ્યાપ્યવ્યાપક થઈ રહ્યો છે, મૂલ પરિણામથી ચુત થઈ રહ્યો છે. તેને આ અમૂર્તિક આયુનો સ્વાંગ કહેવામાં આવે છે. આ જીવનો આયુર્ભેદ છે.
વળી તે પૌદ્ગલિક અખાડામાં નામકર્મ છે તે કેવું છે? તે નામકર્મની કેટલીએક પ્રકૃતિઓના મળવાથી તો શરીરના પ્રમાણમૂર્તિરૂપ થાય છે. વળી તે નામકર્મની કેટલી એક પ્રકૃતિઓ વડે તે શરીરસ્કંધમાં મંડનારૂપ રચના થાય છે. વળી અન્ય કેટલીએક પ્રકૃતિઓવડે તે શરીરસ્કંધમાં શક્તિસ્કંધ નાનામોટા પ્રમાણરૂપ થાય છે, અને કેટલીએક પ્રકૃતિઓ તે શરીરને સૂક્ષ્મ, સ્કૂલ, સ્થાવર, ત્રસ, શ્વાસોશ્વાસ, શબ્દાદિરૂપે બનાવે છે, એ રીતે પૌદ્ગલિક અખાડામાં નામકર્મ નાચે છે. વળી આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com