________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમુર્તિકચેતનભાવ અધિકાર ૧૧૫ ઊપજે છે ત્યારે જે જોયોને ઉપયોગ વડે દેખતાં-જાણતાં તે શેયમાં ગ્લાનિરૂપે, અનિષ્ટરૂપે, બુરાઆદિરૂપે રંજિત થવું તે આ જીવનો ચારિત્રમોહનો અમૂર્તિક ચેતનદુશંકાસ્વાંગ બને છે.
(પુવેદ:-) વળી તે પદ્ગલિક મનવચનકાયવર્ગણાસ્કંધ ઉગ્ર, ઉન્મત્ત અંગારરૂપે થાય છે, પ્રમાદ, તોડ, મોડ, લપેટવું, આલસ્ય એ આકારે થાય છે અને શુક્રાદિ ધાતુના વિકારરૂપે થાય છે અને અન્ય સ્કંધોસાથે રમણરૂપે, ભેટવારૂપે થાય છે તે પૌદ્ગલિકમોહનો પુરુષવેદનો સ્વાંગ છે. ત્યારે જે પુદ્ગલસ્કંધરૂપ યોને ઉપયોગ વડે દેખતાં જાણતાં, તેમાં (તે જ્ઞયોમાં) ઉગ્ર ઉન્માદરૂપે, ઉચ્ચાટ–અરતિરૂપે, તાપન-મોહન-વશીકરણ-નિર્લજ્જરૂપે અને તે અસ્પષ્ટ જ્ઞયોને ફરી ફરી દેખવા, જાણવા, સ્મરવા, ભોગવવા, સેવવા આદિ રમણતૃષ્ણારૂપે આ જીવનું રંજિત થવું તે આ જીવનો અમૂર્તિક ચેતનચારિત્રમોહનો પુવેદનો સ્વાંગ થાય છે.
(સ્ત્રીવેદ:-) વળી તે પૌદ્ગલિક અખાડામાં પૌલિક જગરૂપ વર્ગણાસ્કંધ મંદરૂપ ઉન્માદાકારે થાય છે, અંગતોડ, મોડ, બાથ ભરવી તે આકારે, પ્રમાદ, આળસ, અંગ એ આકારે અને રજાચિધાતુવિકારે થાય છે. વળી અન્ય સ્કંધોને રમાડવાનું નિમિત્ત થાય છે તે પૌદ્રલિક સ્ત્રીવેદનો સ્વાંગ છે. જે પુલસ્કંધરૂપ યોને ઉપયોગ વડ દેખતાં જાણતાં તેમાં મંદ મંદ ઉન્માદરૂપે, ઉચ્ચાઠ-અરતિ, –તાપન, મોહન, વશીકરણ, લજ્જા, માયા એ રૂપે અને તે અસ્પષ્ટ શેયોને ફરી ફરી દેખાડવા, જણાવવા, સેવવા આદિ રમાવવાના તૃષ્ણારૂપે આ જીવનું રંજિત થવું તેને અમૂર્તિક ચેતનચારિત્રમોહનો સ્ત્રીવેદ જાણવો.
(નપુંસકવેદ:-) વળી પૌદ્ગલિક અખાડામાં જ્યારે પૌદ્ગલિક પુરુષ સ્ત્રીવેદરૂપ મિશ્રભાવથી પૌલિક જોગ ખરે તે પૌદ્ગલિક મોહના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com