________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમુર્તિકચેતનભાવ અધિકાર ૧૧૩ પરિણમે છે અથવા તે સ્કંધ સાથે સંબંધરૂપ પરિણમે છે તે પૌગલિકમોહનો લોભસ્વાંગ ઊપજે છે. જેવી રીતે “અય ચુંબક ન્યાયન' (જેવી રીતે લોહ અને ચુંબકના આકર્ષણરૂપ ન્યાય ).
ત્યારે કુટુંબ પરિવારાદિ સમસ્ત પરિગ્રહ, જશકર્યાદિ સમસ્ત સ્કંધરૂપ જ્ઞયો તે શેયોને ઉપયોગ વડે અસ્પર્શે દેખતા-જાણતાં, તે સ્કંધરૂપ જ્ઞય પ્રતિ અત્યજનરૂપે –ન છોડવારૂપે રાગતૃષ્ણા, અથવા તે જ્ઞય પ્રતિ તૃષ્ણા-લાલચ-અભિલાષ-વ્યસન-ચાહ કે ઈચ્છાદિરૂપે આ જીવનો રાગરંજિતભાવ તે અમૂર્તિક ચેતનચારિત્રમોહનો લોભસ્વાંગભેદ પ્રવર્તે છે.
(હાસ્ય-) વળી પદ્ગલિક મનવચનકાયાદિ વર્ગણાનું જે વિકસવારૂપ-ખીલવારૂપ-જેમકે પ્રત્યક્ષ આંખ, હોઠ, દાંત, આદિ વડે ખીલવારૂપ- ખડખડાટ હસવારૂપ-થાય છે તે પૌદ્ગલિક યોગનું ખીલવું તે મોહકર્મના હસવાનો સ્વાંગ ઊપજે છે. વળી નવસારૂપ કે સારારૂપ પૌદ્ગલિક સ્કંધરૂપ યોને અથવા પૌદ્ગલિક જોગના સારી નરસી ચેષ્ટારૂપ શયોને ઉપયોગ વડે દેખતાં-જાણતાં તેમાં આનંદપ્રસાદરૂપે, ખુશીથવારૂપે- (વિકસ્વરરૂપે આદિ જે આ જીવનું રંજિત થવું તે અમૂર્તિક ચેતનચારિત્રમોહનો હાસ્યસ્વાંગ છે.
(રતિ:-) તે પૌદ્ગલિક અખાડામાં તો જે પૌદ્ગલિક મનવચનકાયજોગરૂપ વર્ગણાસ્કંધો છે તે અન્ય સ્કંધોની સાથે સંબંધ કરવારૂપે, શીધ્ર સંબંધ કરવારૂપે પ્રવર્તે છે તે પૌદ્ગલિક મોહનો રતિરૂપ સ્વાંગ ઊપજે છે, ત્યારે જે શેયને ઉપયોગ વડે દેખતાં જાણતાં તે અસ્પૃષ્ટ શૈય પ્રતિ ચિરૂપે, રાગરૂપે, હેતરૂપે, સ્નેહરૂપે, આદિ રૂપે આ જીવનું રંજિત થવું તે અમૂર્તિક ચેતનચારિત્રમોહનો રતિસ્વાંગભેદ જાણવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com