________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
આત્માવલોકન થવું તે પૌદ્ગલિક માનમોહભેદ નીપજે છે. એકક્ષેત્રાવગાહી પૌદ્ગલિક મનવચનકાયાદિની શુભપ્રવૃત્તિના શયને અને સમીપી (નિકટવર્તી) માતા, પિતા, પુત્ર, પુત્રી, સ્ત્રી, સ્વજન, સંબંધી, મિત્રાદિના શયોને અને ઉચ્ચ કૂલ, જાતિ, વિદ્યા, કલા, રૂપ, બલ, પરિગ્રહ, ભીર (અધિકતા) દેશાદિ સંયોગરીતિના જ્ઞયોને અને અતિનિકટવર્તી શુભ પુદ્ગલરીતિ જ્ઞયોને ઉપયોગ વડે દેખી દેખીને જાણી જાણીને અને તે
યોથી પોતાને ભલો, પોતાને મોટો, પોતાને પવિત્ર, અને લોકોથી પોતાને ઉચ્ચ, પોતાની સ્તુતિ ઇત્યાદિરૂપ થઈ, આ જીવનું જે રંજિત થવું તે અમૂર્તિક ચેતનચારિત્રાચરણ મોહનો માનભેદ પ્રવર્તે છે.
(માયા:-) વળી આ પૌગલિક કર્મઅખાડામાં શુભરૂપ પૌગલિક વચન કાય જોગરૂપ વર્ગણા ખરે છે, પૌગલિક મનવર્ગણા દુષ્ટરૂપ થઈ ખરે છે, અથવા સૌમ્યરૂપ શુભ પૌદ્ગલિક મનવર્ગણા ખરે છે, દુષ્ટ, કૂર, તમરૂપ પૌદ્ગલિક વચનકાયવર્ગણા ખરે છે તે આ પૌલિક મોહભાવનો માયા એવો સ્વાંગ ઊપજે છે ત્યારે જીવનિર્જીવ, બંધાદિ (સ્કંધાદિ ) સર્વ જ્ઞયોને ઉપયોગ વડે ભિન્ન અસ્પષ્ટપણે દેખતાં-જાણતાં તે જ્ઞય સ્કંધો પ્રત્યે કેટલીએક પ્રચુરશક્તિ (ઘણી ખરી શક્તિઓ) લોભ, રતિ આદિ રાગરૂપે રંજિત થઈ અને કેટલીએક થોડીક શક્તિઓ ક્રોધ, માન, અરતિ, ભય, શોક, દ્વેષ, તૃષ્ણાદિરૂપે રંજિત થઈ અથવા પ્રચુર વૈષરૂપે રંજિત થઈ, થોડીક રાગતૃષ્ણારૂપે રંજિત થઈ, એ રીતે તે અસ્પૃ યસ્કંધ પ્રત્યે જીવનું દુવિધારૂપ રંજિત થવું તે જીવનો અમૂર્તિક ચેતનચારિત્રમોહનો માયાકપટરૂપ દુવિધા સ્વાંગભેદ બને છે.
(લોભ:-) વળી તે પૌગલિક કર્મ-અખાડામાં મનવચનકાયવર્ગણા સ્કંધ અન્ય સ્કંધનું નિમિત્ત પામીને તે સ્કંધને આકર્ષવારૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com