________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમૂર્તિકચેતનભાવ અધિકાર ૧૧૧ ગુણ છે, એવી રીતે સામાન્યવિશેષથી ઉપયોગના બે ભેદ થયા; તેવી રીતે આચરણના બે ભેદ થયા- (૧) સામાન્યસ્વવસ્તૃસત્તા પર (સામાન્યસ્વવસ્તુસત્તા પ્રત્યે, સામાન્યસ્વવસ્તુ સત્તામાં) આસ્તિક્યઠીક પ્રતીતિ-યાદરૂપ આચરણ તે તો સમ્યકત્વ-આચરણગુણ છે અને (૨) વિશેષે કરી વસ્તુમાં સ્થિતિરૂપ કે વિશ્રામરૂપ જે આચરણ તે ચારિત્રાચરણગુણ છે. એ રીતે સામાન્ય વિશેષથી આચરણના બે ભેદ થયા. ઇતિ.
વળી તે પુદગલ-અખાડામાં તો ચારિત્રમોહસંજ્ઞાના સ્વાંગરૂપે ઉન્મત્ત વર્ગણા થઈ છે, તેને ભેદાનભેદથી કંઈક કહેવામાં આવે છે
(ક્રોધ:-) પૌદ્ગલિક કર્મવર્ગણા તરૂપે ( સંતાપરૂપે), દુષ્ટરૂપે, ઉકળવારૂપે, કે ખંડન, તોડન, છેદન, મર્દન, સંયમઘાતનાદિરૂપે થઈ પોતાના સ્કંધરૂપે કે પરના સ્કંધરૂપે પરિણમે તે, પૌગલિક ક્રોધ ચારિત્રમોહનો સ્વાંગ બન્યો. વળી આ જીવનો જે ચારિત્રાચરણગુણ તેનો નિજભાવ તો ઉપયોગમય ચેતનવતુરૂપે વિશ્રામ રહેવો-સ્થિર રહેવું તે છે. વળી ઉપયોગથી જે પરજ્ઞયને દેખવા જાણવામાં આવે છે. તે જ્ઞયમાં સ્થિરતા-રંજિત થવું-તે ચારિત્રગુણનો ઉપરાંવઠા (ઉપરનો) ભાવ છે, વિપરીત ભાવ છે અથવા મોહવિકલ્પભાવ છે. ચારિત્રગુણનો એવો અમૂર્તિક ચેતન મોહરૂપ સ્વાંગ બન્યો. તેના હવે ભેદાનભેદ કહેવામાં આવે છે.
પરશયને ઉપયોગ દેખતાં-જાણતાં તે અયુક્ત (અસ્પષ્ટ) શેય પ્રત્યે દ્વેષરૂપે, સંતાપ ઉદ્ધગરૂપે, કલેશતત, ક્ષોભરૂપે અથવા હુતન, હિંસન, તોડન, ખંડન, છેદન, ભેદન, મર્દનાદિરૂપે રંજિત થવું તે ચારિત્રગુણના મોહભાવનો અમૂર્તિક ચેતન ક્રોધભેદ સ્વાંગ બન્યો.
(માનઃ-) વળી તે પૌદ્રલિક ચારિત્રમોહકર્મવર્ગણા પરિણમવાના કારણથી મનવચનકાયસ્કંધોનું દુષ્ટ, દૂર, સ્તબ્ધ, ઉન્નત, અકડાદિરૂપે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com