________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
આત્માવલોકન જ ચારિત્રપરિણામની ભાવનાજ અનુસારે ભોગગુણના પરિણામ થયા, તેને ભોગવવારૂપ અથવા જ્ઞયાભાસ આસ્વાદરૂપ અથવા વેદનરૂપ કહો, ભોગગુણનો કોઈ વિપરીતભાવ કહો તો એ રીતે વિપરીત શેયાભાસ ભોગવવારૂપ પરિણામ તેને વેદના કાર્ય બન્યું છે. એ પણ એ રીતે જીવનો અમૂર્તિક ચેતનવેદનસ્વાંગ બન્યો છે.
વળી આ પૌગલિક અખાડામાં ઉન્મત્ત-પ્રમાદરૂપ મોહનો સ્વાંગ ધારણ કરીને વર્ગણા નાચે છે. વળી મોહમાં જાતિભેદ ઘણા છે. તેમાંના તે ભેદોમાં એક મોહરૂપ ઉન્મત્ત વર્ગણા તો સમ્યકત્વમોહની સંજ્ઞા ધારણ કરીને નાચે છે, ત્યારે આ જીવના સમ્યકત્વગુણના નિજસ્વભાવ - ભાવરૂપ -નિજસત્ત્વવસ્તુની નિન્જાતિરૂપ પોતાનું આસ્તિક્ય-પોતાની ઠીક્તા-પોતાનું યાદરૂપ આચરણ-છે તે સમ્યત્વનો ભાવ વળી તે સમ્યકત્વ, જે ઉપયોગ વડે શેયને દેખવા જાણવામાં આવે છે, તે જ્ઞયવસ્તુને સ્વવસ્તુ કરીને અથવા એક પ્રકારને સર્વથા કરીને આસ્તિક્ય-આચરણરૂપે વ્યાપ્યવ્યાપક થાય છે, તેને સમકિતઆચરણ-ગુણનો ઉપરાંવઠાભાવ (ઉપરનો ભાવ) વિપરીતભાવ, સમ્યકત્વનો પરભાવ કહેવામાં આવે છે અથવા મિથ્યામોહભાવ કહેવામાં આવે છે અથવા મોહભાવ કહેવામાં આવે છે. એવી રીતે આ મિથ્યાભાવમાં જે સમ્યકત્વ-આચરણગુણ વ્યાપ્યવ્યાપક થયો થકો, જે કાર્ય થાય છે, તે આ સમ્યકત્વમોહકાર્ય જીવનો અમૂર્તિક ચેતનસ્વાંગભેદ બન્યો છે.
अत्र सम्यक्त्वगुणस्य व्यवरणं किंचित (અહીં સમ્યકત્વગુણનું કંઈક વર્ણન.)
દેખો મિત્ર! જેવી રીતે ઉપયોગના બે ભેદ છે-વસ્તુનું સામાન્ય અવલોકન તે દર્શનગુણ છે, વિશેષ અવલોકન તે જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com