________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમૂર્તિકચેતનભાવ અધિકાર ૧૦૯ તો જ્ઞાનદર્શનનો નિજસ્વભાવ છે અથવા એને કોઈ “જ્ઞાનદર્શન એટલું જ કહો. વળી જ્યારે એવીરીતે લોકાલોકનું જાણવું-દેખવું ન થાય, તે સર્વને ન જાણવાના, ન દેખવાના ભાવે જ્ઞાનદર્શનગુણનું જ થવું તે અશુદ્ધભાવ છે. એને જ કોઈ પરભાવ કહો અથવા સ્વભાવનું કોઈ પણ આવરણ કહો. તેથી આ બન્ને ભાવોમાં વ્યાપ્યવ્યાપકરૂપે એક જ્ઞાનદર્શનગુણ જી હોય છે. નિજભાવ સુલટતાં, પરભાવ ઉલટતાં બન્નેય ભાવોમાં જ્ઞાનદર્શનવસ્તુ પ્રત્યક્ષ છે.
તેથી દેખો, હે મિત્ર, નિજભાવરૂપે પણ, પરભાવરૂપે પણ એક જ્ઞાનદર્શન જ થાય છે. તેથી જ્યાં સુધી જ્ઞાનદર્શન પરભાવરૂપે અથવા આવરણભાવરૂપે વ્યક્ત પ્રવર્તે છે, ત્યાં સુધી જ્ઞાનદર્શનગુણ નિજભાવરૂપે અથવા વસ્તુનામભાવરૂપે (વસ્તુભાવરૂપે) પ્રવર્તતાં નથી. તેથી તે પરભાવનું રૂપ વ્યક્ત પ્રવર્તતાં, નિજભાવના પ્રવર્તવાની વ્યક્તતા આચ્છાદિત થઈ ગઈ છે. તેથી પરભાવની વ્યક્તતાથી જ્ઞાનદર્શનભાવનું જ આવરણકાર્ય ઊપજ્યુ.
ત્યારે દેખો! આ જ્ઞાન પોતે જ આવરણરૂપ બન્યું, તેથી તેને જ્ઞાનાવરણ કાર્યરૂપ અમૂર્તિક ચેતનસ્વાંગભેદ થયો છે. વળી આ દર્શન પોતે જ આવરણરૂપ બન્યું છે, તેથી તેને દર્શનાવરણ કાર્યરૂપ અમૂર્તિક ચેતનસ્વાંગભેદ થયો છે.
વળી પૌદ્ગલિકકર્મ-અખાડામાં કટુક સ્વાદવાળી વર્ગણારૂપ અસાતા તથા મિષ્ટ સ્વાદવાળી વર્ગણારૂપ સાતા એવો મૂર્તિક અચેતનવેદના નામનો સ્વાંગ બન્યો છે. સાતા અથવા અસાતારૂપ જ્ઞયને દેખવા જાણવારૂપે આ જીવના ઉપયોગપરિણામ થયા, તે કાલે વળી ચારિત્રપરિણામે પરમાં વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામના આકારરૂપ ધારણ કર્યા ત્યારે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com