________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
આત્માવલોકન
રૂપ થયા. વળી જ્યારે જ્ઞાનદર્શનચારિત્રનું જે પરભાવરૂપ થવું થોડું થોડું મટતું જાય છે, તેને જીવનો સંવરપૂર્વક અમૂર્તિક ચેતનનિર્જરાસ્વાંગભેદ કહેવામાં આવે છે.
(મોક્ષ:-) વળી પૌદ્ગલિક સર્વકર્મસ્કંધ ખરી જાય છે, જીવના પ્રદેશોથી સર્વથા ાદો થઈ જાય છે, તેને પૌદ્ગલિક મોક્ષસ્વાંગ કહેવામાં આવે છે. પજ્ઞેયને દેખવા જાણવારૂપ આ જીવના ઉપયોગ પરિણામ થયો તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ કે રંજિતરૂપ થયો થકો તે પરિણામોના એવાજ આકારરૂપ ધારણ કર્યાં, એ રીતે પરશેય-આકારભાવથી જ્ઞાનદર્શનચારિત્ર અશુદ્ધ અથવા પરભાવરૂપ ભાવે થયાં. જ્યારે જીવદ્રવ્યનાં જ્ઞાનદર્શનચારિત્રાદિનું તે પરભાવરૂપ થવું સર્વ સર્વથા મટી જાય, તેને જીવનો અમૂર્તિક ચેતનમોક્ષસ્વાંગભેદ કહેવામાં આવે છે.
એ રીતે ચેતન, પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા મોક્ષ એકક્ષેત્રાવગાહી પુદ્દગલનાટકથી જીવના આ અમૂર્તિક નાટકને જુદું જ દેખે છે, પુદ્દગલથી પંચમાત્ર પણ સંબંધ દેખતો નથી, જેમ છે તેમ જીવનાટક જુદું દેખે છે. વળી જીવનું પોતાનું નાટક જે દેખવામાં આવે છે તે શું?
આ જે એકક્ષેત્રાવગાહી પૌદ્ગલિક વસ્તુનું કર્મરૂપી નાટક બન્યું, તેવું જ આ જીવનું પરભાવરૂપ નાટક બન્યું છે. નક્કી તે કેવી રીતે ? પૌદ્ગલિક મૂર્તિક અખાડામાં તો વર્ગણા જ્ઞાનાવરણ, દર્શનાવરણની કર્મસંજ્ઞાનો સ્વાંગ ધારણ કરીને નાચે છે. ત્યારે તેના અનુસારે થતી માન્યતા આ જીવની પણ જોવામાં આવે છે, નાટક કેવું ?
જ્ઞાનદર્શનનો ૫૨મનિાતિસ્વભાવ સર્વ લોકાલોકના બધાય જ્ઞેયોને એક સમયમાં એકી સાથે જાણવા દેખવારૂપે થાય છે, એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com