________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમૂર્તિકચેતનભાવ અધિકાર ૧૦૭ (સંવર:-) વળી પૌદ્ગલિકમિથ્યાત્વ, અવિરતિ, યોગ, કષાયની નવી નવી વર્ગણા આવવાનો રાહુ, તે રાહુ મટતાં નવીન વર્ગણા આવતી રોકાઈ જાય છે, તેથી તે રાહુ મટવાનું નામ પૌલિક સંવરસ્વાંગ પડયું. શયને દેખવાજાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્ર-પરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા ત્યારે તે રંજિત પરિણામ નવા નવા સુખ જેવા ભાસતાં દુઃખ અને દુઃખ આવવાના કારણરૂપ થયા તે રંજિતભાવ જ્યારે મર્યો ત્યારે મટવાનો જીવનો (જીવનાભાવનો) અમૂર્તિક ચેતનવર નામનો ભેદ નીપજ્યો.
(બંધ:-) વળી બે ગુણે કરીને અધિક ચીકણા ચીકણા, લૂખા લૂખા, ચીકણા-લૂખા ભાવથી પોતપોતાની સાથે એકલા પૌદ્ગલિક પરમાણુ મળ-સંબંધ પામે ત્યારે તે ચીકણાલૂખાનો પૌદ્ગલિક બંધસ્વાંગ બન્યો કહેવામાં આવે છે; જ્ઞયને દેખવાજાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામના આકારરૂપ ધારણ કર્યા, ત્યારે તેમાં રંજિત થતાં ઉપયોગના શેયાકારરૂપ જે આ પરિણામ છે તે પરિણામના આકાર સાથે સંબંધ-મેલાપરૂપ રંજિતરાગ થાય છે તે જ્ઞયાકારમાં રંજિતપણું એકતા પામે છે, તે જીવના અમૂર્તિક ચેતનબંધસ્વાંગભેદ થાય છે.
(નિર્જરાઃ-) વળી પૌગલિક કર્મસ્કંધથી વર્ગણા અંશે અંશે ખરી જાય છે, તેને પૌલિક નિર્જરાસ્વાંગ કહેવામાં આવે છે. પરશેયને દેખવાજાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ અથવા રજિતરૂપ થયો થકો તે જ પરિણામોના એવાજ આકારરૂપ ધારણ કર્યા, એ રીતે પરજ્ઞય-આકાર ભાસતાં જ્ઞાનદર્શનચારિત્ર અશુદ્ધ પરભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com