________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
આત્માવલોકન સ્વાંગ; જે સર્વ ખરી જાય તે મોક્ષસ્વાંગ; એક ક્ષેત્રાવગાહી પુદ્ગલના જ્ઞય-અખાડામાં જે આવા સ્વાંગો બન્યા છે, તેવા તેવા સ્વાંગો (તેના અનુસારે જે સ્વાંગો) આ વિકારી જીવનાં જ્ઞાનદર્શનચારિત્રથી જે નીપજ્યા, જે અમૂર્તિક નિપજ્યાં તે કેવી રીતે?
(પુણ:-) એક ક્ષેત્રાવગાહી પૌલિક પુણ્યશય તેને દેખવાજાણવારૂપ ઉપયોગપરિણામ થયા, તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ સુખ જેવા અથવા રંજિતરૂપ સુખ જેવા થયા થકાં, તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા. ત્યારે એરૂપે જીવનો અમૂર્તિક પુણ્યસ્વાંગભેદ નીપજ્યો.
(પાપ) વળી જે કાલે એકક્ષેત્રાવગાહી પાપશેયને દેખવા જાણવારૂપ ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ દુઃખસંતાપરૂપે અથવા રંજિતરૂપ દુઃખરૂપે થયાં થકાં તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા ત્યારે એરૂપે જીવનો અમૂર્તિક ચેતનપાપ સ્વાંગભેદ નીપજ્યો.
(આશ્રવ:-) વળી એકક્ષેત્રાવગાહી પદ્ગલિક મિથ્યાત્વ, અવિરતિ, યોગ, કષાયરૂપ આશ્રયસ્વાંગ બન્યો, શેયને દેખવાજાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા ત્યારે તેરૂપે પરિણમતાં આ જે રંજિત પરિણામ છે તે નવા નવા સુખ જેવા ભાસતા દુઃખસંતાપ અને દુઃખના જ રસસ્વાદ ઊપજવાનું કે તે રસસ્વાદ થવાનું કે તે રસસ્વાદ આવવાનું કારણ છે કે રાહુ છે કે દ્વાર છે તેથી તેને આશ્રવનામથી કહે છે. એ રીતે જીવના તે ભાવનો એવાં અમૂર્તિક ચેતનઆગ્નવસ્વાંગભેદ નીપજ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com