________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમૂર્તિકચેતનભાવ અધિકાર ૧૦૫ કરીને પ્રવર્તે છે. આ વિકારસ્વાંગનું નામ પરભાવ કહેવામાં આવે છે. કારણ કે આ સ્વાંગના જ ભેદ જીવવસ્તૃત્વમાં તો હતા નહીં તેથી સ્વના-નિજના (જીવના) કેવી રીતે બને? “જેથી આ જીવ મૂલ દષ્ટાજ્ઞાતા હતો તેથી જ એના દર્શનશાન-ઉપયોગમાં જ મૂર્તિક નાટક શેયસ્વાંગ આવીને પ્રતિભાસે છે.” પ્રતિભાસતાં જ જે કાલે જ જ્ઞાનદર્શનની શક્તિ તેવા જ પ્રકારે તદાકારે શેયપ્રતિભાસરૂપે થઈ તે કાલે તે જ્ઞાનદર્શનની શક્તિએ તેવા આકારમાં વિશ્રામ લીધો અથવા “તે આકારરૂપે આત્મા છે એમ તે શેયપ્રતિભાસરૂપે ઉપયોગશક્તિઓનું આચરણ સ્થિરતા પોતાને થયું, ત્યારે તે ઉપયોગ જે છે તે પણ પોતાને તો દેખાતો નથી, જાણતો નથી તે જ્ઞયના આકારરૂપે પોતાને આચરે છે, તેની સાથે પોતાપણારૂપે સ્થિર થઈને રહે છે કે “હું આવો છું.
હે સંત, તું જાણ, જ્ઞાનદર્શનચારિત્ર વડે જ પરશય ભાસતાં જીવ એ રીતે સ્વાંગી થાય છે, જેથી આ જીવની વસ્તુમાં તો એવો સ્વાંગ તો હતો જ નહિ, તો પછી આ ભાવને જીવનો નિજભાવ કેવી રીતે કહેવામાં આવે? જેથી આ જીવે પરશેય ભાસનો સ્વાંગ પોતારૂપે ધારણ કરી લીધો છે તેથી આ જીવ વિષે આ સ્વાંગભાવને “પરભાવ' નામથી કહેવામાં આવે છે. હવે તે સ્વાંગને જ નામસંજ્ઞાભેદથી કહું છું. તે તું સાંભળ. દેખો, જે આ પુદ્ગલના અખાડામાં મૂર્તિક અચેતનનો બનેલો, શુભ રંગરસગંધસ્પર્ધાદિકના બનેલા જે સ્કંધો તે પુણ્ય અશુભરસગંધસ્પર્શાદિકના બનેલા સ્કંધો તે પાપ; કર્મવર્ગણા આવવાના સ્વાંગરૂપ જે મોહાદિ રાહ (દ્વાર) બન્યો તે રાહુ આશ્રયસ્વાંગ, સ્નિગ્ધરૂક્ષ શક્તિથી પરસ્પર વર્ગણા મળીને જે એક પિંડ થઈને બને તે બંધસ્વાંગ. વર્ગણા આવવાનો રાહુ રોકાઈ જાય તે સંવરસ્વાંગ. જે થોડીથોડી વર્ગણા પોતાના સ્કંધથી ખરી જાય તે નિર્જરા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com