________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
આત્માવલોકન અને તેનામાં ભર્યા-ખાલી જેવો પૂરો ફેર, પ્રકાશ-અંધકાર જેવો ફેર, મારામાં ક્યાંય તેના જેવી રીતનો સંબંધ દેખાતો નથી. તેથી તેના નાટક કાર્યનો ન હું કર્તા, ન હું હર્તા, ન હું ભોક્તા, કોઈ કાલમાં થયો નથી, થઈશ નહિ અને અત્યારે હું નથી.
તાત્પર્ય આ છે કે જ્ઞાની પોતામાં અને પારદ્રવ્યમાં સર્વથા કાંઈ પણ સંબંધ દેખતો નથી. તેથી આ પુદ્ગલનું નાટક જેવું જણાયું તેવી રીતે નાચો, સ્વયંઊપજે, સ્વયંવિણશે, સ્વયંઆવે, સ્વયંજાય, હું એના નાટકને ન રાખી શકું કે ન છોડી શકું “એના નાટકના રાખવા છોડવાની ચિંતા પણ કરવામાં આવે તે પણ જૂઠી છે, કારણ કે તે પરવસ્તુ છે. પોતાના ગુણપર્યાય, ઉત્પાદ્રવ્યધ્રૌવ્ય, કર્તાકર્મક્રિયાદિની સામગ્રીથી સ્વાધીન છે.” એવી રીતે જીવ પુદ્ગલ સર્વથા જુદા છે, એવી રીતે જે જુદા પ્રવર્તે છે. તેવી રીતે જ્ઞાન થતાં જ્ઞાની જીવપરપુગલને જુદું દેખે છે, જાણે છે, વળી જ્ઞાની આ જીવને એવી રીતે દેખું-જાણે છે કે જ્યાં સુધી આ જીવ વિકારવંત પ્રવર્તે છે ત્યાં સુધી જેવા પ્રકારના જે કાંઈ વિકારના તરંગો પ્રગટે છે, તે તરંગોમાં જીવ વ્યાપ્યવ્યાપક છે. તેમનો તે કર્તા છે, હુર્તા છે, ભોક્તા છે. તે વિકાર એક કેવલ ચેતનાની ઉપરાવટી (ઉપરની દશાનું) નામ છે. વળી તે વિકાર અમૂર્તિક છે, એક જીવનો જ ભાવ છે, જીવથી અભેદ છે. તાત્પર્ય આ છે કે તે બધા વિકાર જીવભાવજન્ય છે અને સંક્ષેપથી તો (સામાન્ય પણે તો) આ ભાવને “ચિત્વિકાર, કહેવામાં આવે છે. વળી આ ચેતનવિકારના જે તરંગો છે તે તરંગોના સ્વાંગનું જેવું જેવું નામ ઊપજે છે, તેવું વિશેષ કરીને કહેવામાં આવે છે.
પુગલમાં જે જે મૂર્તિક સ્વાંગ થાય છે, તે કાલે સ્વાંગના જેવી નકલ કરીને, જીવના વિકાર તરંગો અમૂર્તિક સ્વાંગ ધારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com