________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-અધિકાર
૯૭ આચ્છાદનથી અને વિકારથી મુક્ત થઈને નિજવસ્તુસ્વભાવરૂપ થઈ, ચારિત્રગુણની અનંતશક્તિ નિજવસ્તુસ્વભાવમાં જ રહી ને સ્થિરીભૂત થઈ, ત્યારે જ ચારિત્રગુણ મોક્ષરૂપ ઊપજ્યો કહેવામાં આવે છે. ત્યારે જ પરમાનંદભોગગુણની અનંતશક્તિ- સર્વશક્તિ- મુક્ત થઈને નિજવસ્તુ – સ્વભાવના આસ્વાદ-ભોગરૂપ ઉપજી, ત્યારે ભોગગુણ મોક્ષરૂપ ઊપજ્યો કહેવામાં આવે છે. વળી ત્યારે જ જ્ઞાનદર્શન–વીર્યાદિ ગુણોની અનંત અનંત શક્તિઓ મોક્ષરૂપ થઈ રહી, તેમની સ્તુતિઃ
જેટલો લોકાલોક તેટલા બધાયનો પ્રત્યક્ષ જ્ઞાયક દર્શક થયો, સર્વજ્ઞ સર્વદર્શી થયો, લોકાલોક આવી પ્રતિબિબ્બો, અતીત, અનાગત વર્તમાનની અનંત અનંત પર્યાયો સર્વ પ્રત્યક્ષપણે એક જ સ્થાને કીલિત થયા, (ચોંટી ગયા, જડાઈ ગયા, સર્વ પ્રત્યક્ષપણે જણાયા). જ્ઞાનદર્શન સંપૂર્ણ સ્વરૂપે થયા ત્યાં જ્ઞાનદર્શનવીર્યાદિ ગુણ મોક્ષરૂપ ઊપજ્યાં કહ્યાં.
આ રીતે એક ભવાવતારીને અપ્રમત્ત અવસ્થાથી પ્રધાનપણે ચારિત્રાદિ ગુણની શક્તિઓનો મોક્ષરૂપ થવાનો માર્ગ ચાલ્યો હતો તે માર્ગ અહીં પરિપૂર્ણ થઈ રહ્યો. તે જ ચારિત્રાદિ ગુણ મોક્ષરૂપ નિષ્પન્ન (પરિપૂર્ણ ) થઈ રહ્યો ત્યાં ગુણમોક્ષ ( સંપૂર્ણ ) થઈ રહ્યો.
| ઇતિ ગુણમોક્ષમાર્ગવિવરણ ગુણમોક્ષમાર્ગનો ચોથાથી આરંભ થયો હતો,
બારમાના અંત સુધીમાં સંપૂર્ણ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com