________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
આત્માવલોકન લાભાલાભ, ઇષ્ટાનિષ્ટાદિ સર્વ ભાવોમાં સમાનભાવ થઈ ગયો, કોઈ આકુલતા રહી નહીં, એમ સામાન્યપણે કહેવામાં આવે છે.
વળી જ્યારથી આ શુદ્ધોપયોગ પ્રગટયો ત્યારથી પરમાત્મસુખનો આસ્વાદ અતીન્દ્રિયરૂપે પ્રગટતો જાય છે. એવી રીતે જ્યારથી શુદ્ધોપયોગનું કારણ ઊપસ્યું ત્યારથી જ સાક્ષાત્ મોક્ષમાર્ગ મુખ્યપણે કહેવામાં આવે છે. વળી અહીંથી ચારિત્રગુણની મુખ્યતાથી મોક્ષમાર્ગ જાણવો.
સાતમા ગુણસ્થાનથી જે જે પછીનો કાલ આવે છે તે તે કાલમાં ચારિત્રાદિ ગુણની જ અનેક અનેક શક્તિઓ પુદ્ગલવર્ગણાના આચ્છાદનથી (અને) ચિત્વિકારથી મુક્ત થઈ થઈને સાક્ષાત્ નિશ્ચયનિજસ્વભાવરૂપ શક્તિરૂપ થતી જાય છે. વળી આગળ જેમ જેમ કાલ આવે છે તેમ તેમ ચારિત્રાદિ ગુણોની અનેક અનેક શક્તિઓ પુદ્ગલવર્ગણાના આચ્છાદનથી (અને) ચિત્વિકારથી મુક્ત થતી થતી સાક્ષાત નિજસ્વભાવરૂપ થતી જાય છે. વળી એ રીતે સમયે સમયે ચારિત્રશક્તિઓનો મોક્ષરૂપ થવાનો પ્રવાહ ચાલતો થકી સમયે સમયે વધતો જાય છે.
શુદ્ધ શક્તિ તે આ મોક્ષમાર્ગની અવસ્થા જાણવી. આ મોક્ષમાર્ગ થતાં થતાં-પ્રવર્તતા પ્રવર્તતા જ્યારે ક્ષણમોહની અવસ્થા આવી, ત્યાં જે મનાદિક રીતિ-પરિણતિ, જ્ઞાનદર્શનચારિત્રાદિશક્તિ કે જે સ્વવસ્તુ-અભ્યાસરૂપ શુદ્ધોપયોગરૂપ હતી તે શક્તિ (અને) બીજી વ્યવહારપરિણતિ, જ્ઞાનદર્શનચારિત્રાદિશક્તિ કે જે કિંચિત અબુધરૂપ શક્તિ હતી તે શક્તિ-તે શક્તિઓ સર્વથા મુક્ત થઈ થઈને નિફ્ફાતિસ્વભાવરૂપ નિશ્ચયપરિણતિરૂપે થતી થતી ચાલી. આત્મસ્વભાવ પણ મુક્ત થતાં થતાં તે ક્ષીણમોહ-અવસ્થાના અંત સમયમાં ચારિત્રગુણની અનંતશક્તિ (–સર્વ શક્તિ ) મોહપુદ્ગલના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com