________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
આત્માવલોકન
યોગરૂપે પણ મનાદિ પ્રવર્તે છે. આગળ છઠ્ઠા ગુણસ્થાનમાં આ ભોગ, કાંક્ષા, કષાય, હિંસાદિરૂપ અશુભોપયોગરૂપ મનાદિની બધી વૃત્તિ નાશ જેવી થઈ. વળી સર્વવિરતિ-સર્વવ્રતરૂપ નિગ્રંથ ક્રિયામાય સર્વસંયમ, દ્વાદશાંગઅભ્યાસ, દેવગુરુશાસ્ત્ર, ભક્તિ (એ) ક્રિયારૂપ એવા કેવલ એક શુભોપયોગરૂપે મનાદિની વૃત્તિ પ્રવર્તે છે. અહીં આટલો એક ભેદ જાણવો કે ચોથા ગુણસ્થાનથી માંડી છઠ્ઠા ( ગુણસ્થાન ) સુધી સ્વસ્વભાવ-અનુભવરૂપ શુદ્ધોપયોગરૂપે પણ કાંઈક, કાંઈક, ક્યારેક, ક્યારેક મનની વૃત્તિ થાય છે, તે પ્રવર્તતી જાણવી.
આગળ સાતમા ગુણસ્થાનમાં શુભોપયોગરૂપ મનાદિની વૃત્તિ નાશ થાય છે અને સ્વાનુભવરૂપ કેવલ એક શુદ્ધોપયોગ ઊપજે છે. તેનું વિવરણ :
આ કાયની ચેષ્ટા-હલનચલન, ગમન, ઊઠવું, બેસવું, કંપવું, ફરકવું, બગાસું, છીંક, ઉક્ષરાદિ કાયચેષ્ટા-બધુંય રહી ગયું (અટકી ગયું) કાયોત્સર્ગી,, પદ્માસની જેવી કાષ્ઠની પ્રતિમા છે, તેવા પદ્માસન અથવા કાયોત્સર્ગના આકારે પોતે જ થયો. કાયની, ઇન્દ્રિયની રીતિ, વિષયવાંછા રહી ગઈ (અટકી ગઈ, ટળી ગઈ ). અડોલ કાષ્ઠપ્રતિમા અને આમાં કાંઈ ભેદ રહ્યો નહિ, કાષ્ઠપ્રતિમાવત્ અડોલ. કાયની રીત તો ત્યાં એવી થઈ કે કાયની રીત કાવત્ (અડોલ ) થઈ, તો ત્યાં વચનની રીત તો સહજ જ રોકાઈ ગઈ, જો તે કાષ્ઠની પ્રતિમા બોલે તો ત્યાં આ અપ્રમત્ત સાધુ પણ બોલે, કાષ્ઠપ્રતિમાની માફક અવાચી.
વળી અહીં આઠ દલરૂપ (આઠ પાંખડીનું બનેલું) દ્રવ્યમન તે પણ નિષ્કંપ થઈ ગયું. પૌદ્ગલિક દ્રવ્યમનાદિની રીતિ તો એ રીતે સહજ જ સ્થગિત થઈ (રોકાઈ ગઈ) વળી જીવનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com