________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* હવે મોક્ષમાર્ગ-અધિકાર *
૯૩
પહેલીવઢેલી કાલલબ્ધિ પામીને સમ્યક્ત્વગુણની, જ્ઞાનદર્શનચારિત્ર-૫૨માનંદ-ભોગાદિ ગુણોની જેટલીક શક્તિ નિર્મલરૂપ થઈને પ્રવર્તી તેટલું જીવદ્રવ્ય નિજધર્મરૂપે સિદ્ધ થયું. ત્યાંથી જીવને મુખ્યતઃ સમ્યગ્દષ્ટિસંજ્ઞાથી કહેવામાં આવે છે, અથવા જ્ઞાની પણ કહેવામાં આવે છે. જીવને વળી દર્શનચારિત્રાદિ સ્વભાવસંજ્ઞાથી પણ કહેવામાં આવે તો કોઈ દૂષણ તો નથી, પરંતુ લોકોક્તિમાં ત્યાં જીવને ‘સમ્યગ્દષ્ટિ એવી મુખ્યસંજ્ઞાથી કહેવામાં આવે છે.
,
એવી રીતે જ્યાંથી સમ્યગ્દષ્ટિ જીવનાં જ્ઞાનદર્શનચારિત્રાદિ જે સ્વભાવરૂપ પ્રગટયાં, તે ત્યાંથી આગળ મોક્ષમાર્ગરૂપ ચાલ્યાં પ્રવાઁ, પણ ત્યાં એક વાત છે કે ત્યાંથી મુખ્ય ચારિત્રગુણની શક્તિનો સ્વભાવ પ્રગટ થતો લેવો. ત્યાં પહેલાં મન, વચન, કાયનું વિવરણ કહેવામાં આવે છે.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો એક મુખ્ય વિષયકષાયાદિ અનર્થ પાપરૂપ અશુભોપયોગરૂપે મનાદિ પ્રવર્તે છે. વળી પોતપોતાના કાલમાં ચોથા ગુણસ્થાનમાં દેવગુરુશાસ્ત્રાદિમાં પ્રશસ્ત ભક્તિ, વિનયરૂપ શુભોપયોગરૂપે મનાદિની વૃત્તિ મુખ્ય જેવી હોય છે અને વિષય, કષાય હિંસાદિરૂપ અશુભોપયોગરૂપે મનાદિની વૃત્તિ એ પણ હોય છે.
આગળ પાંચમાં ગુણસ્થાનમાં વિરતિ–વ્રતાદિરૂપ શુભોપયોગરૂપે મનાદિની વૃત્તિ મુખ્ય પ્રવર્તે છે. વળી ક્યારેક ગૌણરૂપથી અશુભોપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com