SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ આત્માવલોકન રીત થવી સાધક છે. ત્યાં પરંપરા મોક્ષપરિણતિ થવી સાધ્ય છે. જ્યાં અન્તરાત્મરૂપ જીવદ્રવ્ય સાધક છે, ત્યાં પરમાત્મરૂપ અભેદ જીવદ્રવ્ય પોતે જ સાધ્ય છે. જ્યાં મોક્ષમાર્ગરૂપ જ્ઞાનાદિ શક્તિ સાધક છે, ત્યાં મોક્ષરૂપ અભેદ જ્ઞાનાદિગુણ પોતે જ સાધ્ય છે. જ્યાં જઘન્ય જ્ઞાનાદિભાવ સાધક છે ત્યાં અભેદ પોતે જ તેજ જ્ઞાનાદિગુણનો ઉત્કૃષ્ટ ભાવ સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિ અલ્પ નિશ્ચય પરિણતિરૂપે સાધક છે ત્યાં અભેદ જ્ઞાનાદિગુણ પોતે જ બહુ નિશ્ચયપરિણતિરૂપે સાધ્ય છે. જ્યાં સમ્યકત્વી જીવ સાધક છે ત્યાં તે જીવના સરયજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગ્વારિત્ર સાધ્ય છે. જ્યાં ગુણમોક્ષ સાધક છે ત્યાં દ્રવ્યમોક્ષ સાધ્ય છે. જ્યાં ક્ષપકશ્રેણિએ ચઢવું સાધક છે ત્યાં તદ્દભવ (તેજ ભવે) સાક્ષામોક્ષ સાધ્ય છે. વળી જ્યાં દ્રવ્યત ભવિત જતિવ્યવહાર” (દ્રવ્યથી, ભાવથી થયેલો યતિવ્યવહાર) સાધક છે ત્યાં સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે જ્યાં ભાવમનાદિરીતિનો વિલય સાધક છે ત્યાં કેવલ સાક્ષાત્ પરમાત્મારૂપ થવું સાધ્ય છે. જ્યાં પૌદ્ગલિક કર્મનું ખરવું સાધક છે ત્યાં ચિત્વિકારનો વિલય થવો સાધ્ય છે. જ્યાં પરમાણુમાત્ર (જરીક પણ) પરિગ્રહપ્રપંચ સાધક છે ત્યાં મમતાભાવ સાધ્ય છે, જ્યાં મિથ્યાદષ્ટિ થવી સાધક છે ત્યાં સંસારભ્રમણ થવું સાધ્ય છે. જ્યાં સમ્યગ્દષ્ટિ થવી સાધક છે ત્યાં મોક્ષપદ થવો સાધ્ય છે. જ્યાં કાલલબ્ધિ સાધક છે ત્યાં દ્રવ્યનો તેવોજ ભાવ થવો સાધ્ય છે. એ રીતે સાધક-સાધ્યભાવ ભેદ-અભેદરૂપે કરીને અને પ્રકારે જાણવા. | ઇતિ સાધક સાધ્ય અધિકાર: Please inform us of any errors on [email protected]
SR No.008212
Book TitleAtma Avlokan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy