________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકસાધ્યભાવ
૯૧ સાધ્યનો અર્થ - જે સાધવામાં આવે અથવા જે સાધ્યું જાય તેને સાધ્યસંજ્ઞા કહેવામાં આવે છે. જ્યાં તે (પૂર્વ) ભાવ થતાં અન્ય (ઉત્તર) ભાવ અવશ્ય જ પ્રવર્તે-તે (પૂર્વ) ભાવના થવાથી આ (ઉત્તર) ભાવનું થવું અવશ્ય સધાય છે તેથી આ (ઉત્તર) ભાવને સાધ્ય કહેવામાં આવે છે. જેમકે બપોર થવાના સાધકભાવથી બપોરિયા ફૂલનું વિકસવાનું કામ સધાય છે, એટલા ભાવથી બપોરીયા ફૂલનું વિકસ્વર (વિકસિત) થવું તેને સાધ્ય કહેવામાં આવે છે.
* *
* * *
अथ अग्रे साध्यसाधकभावना उदाहरणं कथ्यते। (હવે આગળ સાઘકસાધ્યભાવના ઉદાહરણ કહેવામાં આવે છે.)
એક ક્ષેત્રાવગાહી પુદ્ગલકર્મનો ઉદય સહજ જ સ્થિતિ સુધી રહે છે. તે સાધકસ્થાન જાણવું, ત્યાં ત્યાં લગી–તેના હોવાની સ્થિતિ સુધી-ચિત્વિકાર થવાનું પ્રવર્તવું થાય છે. તે સાધ્યભેદ જાણવો.
સમ્યકત્વવિકાર સાધક (ત્યાં) બહિરાત્મા સાધ્ય. પ્રથમ જ્યાં સમ્યભાવ થવો સાધક છે, ત્યાં વસ્તુની સ્વસ્વભાવજાતિની સિદ્ધિ થવી તે સાધ્ય છે. જ્યાં શુદ્ધપયોગરૂપ પરિણતિ થવી સાધક છે ત્યાં વસ્તુનું પરમાત્મસ્વરૂપ થવું સાધ્યભાવ છે. જ્યાં સમ્યગ્દષ્ટિના વ્યવહારરત્નત્રયનું યુગપ ( એકી સાથે) થવું સાધક છે, ત્યાં નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. જ્યાં સમ્યગ્દષ્ટિને વિરતિરૂપ વ્યવહારપરિણતિ થવી સાધક છે, ત્યાં ચારિત્રશક્તિનું મુખ્ય સ્વરૂપ થવું સાધ્ય છે. જ્યાં દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વિનય, નમસ્કારાદિ ભાવ સાધક છે, ત્યાં વિષય, કષાયાદિ ભાવોથી ઉદાસીનતામનપરિણતિનો સ્થિરતાભાવ-સાધ્ય છે. જ્યાં એક શુભોપયોગરૂપ વ્યવહારપરિણતિની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com