________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્યભાવ અવલોકનાધિકા૨
૮૫
જ્ઞાનપરિણામ તો સમ્યજ્ઞાન પરિણામરૂપે પ્રવર્તે છે. દર્શનપરિણામ તો કેવલ સમ્યગ્દર્શનપરિણામરૂપે પ્રવર્તે છે. ચારિત્રપરિણામ તો કેવલ એક સમ્યસ્વચારિત્રપરિણામરૂપે પ્રવર્તે છે. ભોગપરિણામ તો એક સમ્યસ્વભોગરૂપે પ્રવર્તે છે. એ રીતે પરિણામ પોતપોતાના સ્વભાવરૂપે સાક્ષાત્ પ્રગટ થઈ પ્રવર્તે છે.
વિશેષે કરીને જ્ઞાનાદિગુણ સામાન્ય કરી એક ચેતના જ એ સ્વભાવરૂપ પ્રવર્તે છે. એ સમ્યભાવ ટંકોત્કીર્ણ નિશ્ચલરૂપ ધારણા કરીને પરિણમે છે. આનાથી અન્ય પ્રકારે જે કાંઈ કહેવામાં આવે તો બધેય વિકલ્પનો દોષ પ્રવર્તે (લાગે) છે (તે બધાયમાં વિકલ્પ ઊપજે છે) એમ નિસંદેહપણે જાણવું. કારણ કે તે સમ્યભાવના પ્રગટ પરિણમવામાં અન્ય કોઈ કોઈનો ૫૨માણુમાત્ર પણ (લગીર પણ ) કાંઈ સંબંધ નથી. એક કેવલ પોતપોતાનો સ્વરૂપપરિણામ પ્રવાહ ચાલ્યો જાય છે. બીજી ત્યાં કોઈ વાત નથી, બીજો કોઈ વિકલ્પ નથી, એવી સમ્યગ્ધારા સમ્યગ્દષ્ટિના દ્રવ્યમાં પ્રગટી છે. તેને તો એ જ પ્રમાણે પ્રવર્તે છે. પરંતુ સ્વરૂપને જે કાંઈ અન્ય પ્રકારે કહેવામાં આવે છે, તે બધેય મનવચનના વિકલ્પરૂપ છે.
।। इति सम्यग्भावस्य यथास्ति तथा ऽवलोकनाधिकारः ॥ (એ પ્રમાણે સમ્યભાવનું સ્વરૂપ જેવું છે તેવું અવલોકન કરવાનો અધિકાર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com