________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
આત્માવલોકન હવે જીવ પોતે જ પોતાના સમ્મસ્વભાવરૂપ સમુદ્રમાં મગ્ન થયો. વળી આ જીવને પોતાનો સમ્યભાવ પ્રગટવાથી, આ સમ્યભાવ જીવને અન્ય સર્વ વિકલ્પથી જુદો દર્શાવે છે. એક (કેવલ) ગુણની અપેક્ષાએ વળી, સર્વ અનંતગુણોનોપુંજ તેને વસ્તુ કહેવામાં આવે છે. તે વસ્તુને જ્ઞાન તો જાણે છે, દર્શન તો દેખે છે, ચારિત્ર તો સ્થિરીભૂત થઈને આચરે છે, તે આ રીતે કહેવામાં આવે છે :
વળી જ્ઞાનદર્શનચારિત્રરૂપ હું છું અથવા ચેતનારૂપ હું છું, આ વિકારરૂપ હું નથી, સિદ્ધસમાન હું છું, બંધ, મુક્તિ, આશ્રવ, સંવરરૂપ હું નથી, હું હવે જાગ્યો, મારી નિંદ્રા ગઈ. હું મારા એક સ્વરૂપને અનુભવું છું, હું સર્વાંગસ્વરૂપને અનુભવું છું હું આ સંસારથી જાદો થયો, હું સ્વરૂપરૂપ હાથી ઉપર આવીને (ચઢીને) આરૂઢ થયો, અશુદ્ધભાવનો પટ ખોલીને મેં સ્વરૂપઘરમાં પ્રવેશ કર્યો, હું આ સંસારપરિણામનો તમાશગીર થયો, ઇન્દ્રિયાદિ ભાવો મારું સ્વરૂપ નથી, અભેદરૂપને હું અનુભવું છું, હું નિર્વિકલ્પને આચરું છું, નિશ્ચય, વ્યવહાર, નય, પ્રમાણ, નિક્ષેપ આદિ મારું રૂપ નથી, જ્ઞાનાદિગુણોના પર્યાયરૂપ ભેદભાવો છે, તે ભેદભાવો મારા ગુણસ્વરૂપમાં તો નથી, ગુણસ્થાનાદિ ભાવ મારું સ્વરૂપ નથી, હવે હું સ્વયં દેખું-જાણું છું, મેં હવે સ્વભાવભાવને જાદો કર્યો, પરભાવને જુદો કર્યો, હું અમર છું-એ રીતે અનેક અનેક પ્રકારે કરી મનમાં, વાણીમાં સમ્યમ્ભાવની સ્તુતિ ઊપજે છે.
વારંવાર મનમાં ચિંતવે છે, એમ વિચારતાં રતિ માને છે, છતાં પણ આ બધું મન, વચનના વિકલ્પરૂપ ચિંતાભાવનું પ્રવર્તવું છે, મનવચનના વિકલ્પ છે. પરંતુ સમ્યભાવનું તાત્પર્ય આટલું જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com