________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યમ્ભાવ અવલોકનાધિકાર ચારિત્રની શક્તિને સમ્ય કહેવા માગીએ ત્યારે આ પ્રમાણે કહેવામાં આવે છે :
પર છોડયું, નિજસ્વભાવભાવમાં સ્થિરતા-વિશ્રામ-આચરણ કરે છે, એ વિકલ્પ. ચારિત્રશક્તિને “સમ્યગ્રુપ” એટલી કહેવી તે નિર્વિકલ્પ.
ત્યારે જ ભોગગુણની કેટલીએક શક્તિ સમ્યરૂપ થઈ પ્રવર્તકેવલ નિજભોગરૂપ પ્રવર્તી. એ રીતે ભોગગુણની શક્તિને “સમ્ય” કહેવી તે નિર્વિકલ્પ. વળી ભેદવિકલ્પથી જ્યારે ભોગગુણની શક્તિને કહેવા માગીએ ત્યારે આ રીતે કહેવામાં આવે છે :
પરસ્વાદને છોડી નિજસ્વભાવભાવનો સ્વાદ લે છે, એ વિકલ્પ. ભોગશક્તિને “સમ્યગુ' એટલી કહેવી તે નિર્વિકલ્પ.
એ રીતે સમ્યકત્વગુણની સર્વ શક્તિ, જ્ઞાનાદિગુણની કેટલીએક શક્તિઓ સમ્યરૂપ થઈ. તે આ સમ્યગૂ ભેદાભદવિકલ્પથી દર્શાવ્યું. વળી એમના અભેદપુંજરૂપ-ગાંઠરૂપ ચેતના, તે ચેતના કેટલીએક સમ્યરૂપ થઈ એટલી કહેવામાં આવે છે. ચેતના કેટલીએક સમ્યગ્રુપ ઉપજી, એ ચેતના સમ્યથી અભેદ-નિર્ભર છે. વળી એ રીતે આ ચેતનાને સમ્યગ્રુપ ઊપજતાં જીવવસ્તુને સમ્યરૂપ ઊપસ્યું કહેવામાં આવે છે, કેવલ નિજરૂપ થયું કહેવામાં આવે છે. જેવું પોતે હતું તેવું જ પોતપોતાનું મૂલસ્વરૂપ પ્રગટયું-પરિણમ્યું. વળી આ રીતે પણ કથન કહેવામાં આવે છે :
અનાદિકાલથી વિકારરૂપ અટવીમાં ભમતાં ભમતાં હવે તો આ જીવવસ્તુ નિજસમ્યગ્રુપ ઘરમાં આવી વસી. આ જીવનો મૂલ સમ્યભાવ હતો તે પોતાનો મૂલભાવ ગુમ થઈ ગયો હતો, તે હવે પ્રગટ થતાં તેનું વર્ણન કહેવામાં આવે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com