________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્સાવ અવલોકનાધિકાર
૮૧ થયા (ત્યાં) જ્ઞાન તો વિકારરૂપે અજ્ઞાનરૂપ પ્રવર્તે, ત્યાં સ્વય આકારને જાણે નહિ, પરગ્નેય આકારને જાણે નહિ, સ્વજ્ઞય, પરજ્ઞયનું નામમાત્ર પણ જાણે નહીં, એવી રીતે જ્ઞાનની શક્તિ અજ્ઞાનરૂપ થઈ પ્રવર્તી.
દર્શન વિકારરૂપે અદર્શનરૂપ પ્રવર્તુ-ત્યાં સ્વદેશ્ય વસ્તુને (દેખવા યોગ્ય પોતાની વસ્તુને) દેખે નહિ, પરદેશ્ય વસ્તુને દેખે નહીં, સ્વદેશ્ય પરદશ્ય નામમાત્ર પણ જાણે નહિ, એવી રીતે દર્શનની શક્તિ અદર્શનરૂપ થઈ પ્રવર્તી.
સ્વની સ્વરૂપે પ્રતીત નથી, પરની પરરૂપે પ્રતીત નથી, એવી રીતે સમ્યક્ત્વની શક્તિ મિથ્યારૂપ થઈ પ્રવર્તી.
ચારિત્ર વિભાવરૂપ પ્રવર્તે ત્યાં ચારિત્રની સર્વશક્તિ નિજવસ્તુભાવમાં સ્થિરતા-વિશ્રામ-આચરણ છોડીને પરપુગલના
સ્વાંગની માફક વિકારભાવમાં-જ-સ્થિરતા-વિશ્રામ-આચરણરૂપ પ્રવર્તી, એવી રીતે ચારિત્ર વિભાવરૂપ પ્રવર્તે.
ભોગગુણ વિભાવરૂપ પ્રવર્યાં-ત્યાં (ભોગની શક્તિ) નિજસ્વરસનો સ્વાદ-ભોજગ છોડીને, પરપુગલનાસ્વાંગની માફક ચિત્વિકાર ભાવોના સ્વાદ-ભોગરૂપ પ્રવર્તી, એવી રીતે ભોગની શક્તિ વિભાવરૂપ પ્રવર્તી.
એ રીતે ભાઈ ! ચેતના જ્યારે વિકારરૂપે થઈ ત્યારે આ ચેતના પોતે નાસ્તિરૂપ જેવી થઈ રહી. એવું કોઈ કૌતકરૂપ થયું. જેવી રીતે હાથમાં વસ્તુ રાખી અન્ય ઠેકાણે દેખતાં ફરીએ, એવો સૂલ ( વિકાર) આ ચેતનાનો થયો, (એવી દશા આ ચેતનાની થઈ ).
પોતે નથી' એવો ભ્રમ થયો. કાલ પામીને સમ્યકત્વ ગુણ તો વિકારથી રહિત થઈને સમ્યકત્વરૂપ થઈ પ્રવર્યો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com