________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦
આત્મઅવલોકન અભેદ-અખંડ-ચેતનાથીજ) જીવદ્રવ્યની સિદ્ધિ થઈ. ચેતનાથી તો નિસ્સેદેહ જીવવસ્તુની સિદ્ધિ દર્શાવી. હવે આ ચેતનાને નિસ્સેદેહપણે દર્શાવીએ છીએ.
ભવ્ય ! સમ્યકત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ ભોગાદિ એ ભાવોથી બંધાયેલો જ એક પિંડ–એક મેલાપ-એક પુંજ તે પુંજને ચેતના કહેવામાં આવે છે. આ પુંજરૂપે-પિંડરૂપે ચેતના ઠરી (સિદ્ધ થઈ ). આ ગુણોની ગાંઠ ચેતના ઠરી (સિદ્ધ થઈ ). આ જ્ઞાનાદિ ભાવોથી જે કોઈ અન્ય સર્વ ભાવો રહ્યા, તે કોઈ ભાવ ચેતનાને પ્રાપ્ત થાય નહિ. (ચેતનારૂપે ન ઠર્યા), નિસંદેહ ચેતનાથી આ જ્ઞાનાદિભાવોની સિદ્ધિ થઈ.
| સર્વનો ભાવાર્થ આ છે કે અન્ય ભાવ કોઈ ચેતનારૂપ થતા નથી, અનાદિથી ચેતના આ જ્ઞાનાદિ ભાવોની બનેલી છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે ચેતનાથી જીવવસ્તુ અનાદિથી સિદ્ધ છે અને આ જ્ઞાનાદિ ભાવોથી અનાદિથી ચેતનાની સિદ્ધિ છે તો વળી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ઊપજે છે તે ઊપજવું કોને કહેવામાં આવે છે તે તું સાંભળ:- મિત્ર! આનું નામ ચેતના ઉપજી કે-ચેતનાના જ્ઞાનાદિ ભાવો તો અનાદિથી જેમ છે તેમ જ છે, એમાં તો કાંઈ હલચલ થઈ નથી. પ્રત્યક્ષ છે, કંઈ આવ્યું–ગયું નથી, આ વાતમાં કાંઈ સંદેહ નથી. ભાઈ ! વસ્તુ તો છતી છે, વિદ્યમાન છે, પરંતુ આ વિભાવભાવ-વિકારભાવરૂપ કોઈ દોષ અનાદિથી આ જીવને ઊપજ્યો, તેથી તેની પાગલ જેવી દશા થઈ રહી છે. (તે કેવી?) પોતાને પરરૂપ સ્થાપે, પરને પોતારૂપ સ્થાપે (સ્વને પર સ્થાપે પરને સ્વ સ્થાપે) સ્વનું પરનું નામ પણ ન જાણે. દર્શન, જ્ઞાન, સમ્યકત્વ, ચારિત્ર, પરમાનંદ ભોગાદિભાવો જે વિકારરૂપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com