________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
* सम्यग्भावस्य यथाऽस्ति तथा ऽवलोकनाधिकार * (સમ્યગ્દાવનું સ્વરૂપ જેવું છે તેવું અવલોકન કરવાનો અધિકાર)
(કોઈ એમ માને કે-) ચેતન, અચેતન દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ જેટલું જ્ઞય છે તેટલાનું જ જે દેખવું-જાણવું તે દેખવું-જાણવું જ કોઈ ચેતનદ્રવ્યની સિદ્ધિ છે. ભો! પ્રકાશની માફક જે સર્વ જ્ઞયોનું દેખવુંજાણવું થાય છે એટલાથી (જ) તો તે જીવવસ્તુની સિદ્ધિ ન થઈ. “ નિસ્યદેહ જીવવસ્તુની સિદ્ધિ આટલી છે કે ચેતનાનો પિંડચેતનાગાંઠ,” અને કર્મ, શરીર, કષાય, રાગદ્વેષ, મોહ, મિથ્યાત્વ, નામ જશ-કીર્તિ, ઇન્દ્રિય, પુણ્ય, પાપ, જીવસ્થાન, યોની, માર્ગણા, ગુણસ્થાન આદિ જેટલા પૌલિક ભાવ-તે ભાવોમાં કોઈ જીવવસ્તુની પ્રતીતિ કરશે, તો જીવ વસ્તુની સિદ્ધિ નહીં થાય કારણ કે તે તો-એ બધાય ભાવો તો-અચેતન પરદ્રવ્યના પરસત્તા (પરસત્ત્વસ્વરૂપ) છે. “જીવ વસ્તુની સિદ્ધિ એટલી જ છે કે “ચેતના ભાવપુંજ””
વળી અજ્ઞાન, અદર્શન, મિથ્યાત્વ, અવિરતિ, શુભ, અશુભ, ભોગ, રાગ, દ્વેષ, મોહ આદિ ચિત્વિકાર, તે વિકારમાં જ કોઈ જીવવસ્તુની પ્રતીતિ કરશે તો વિકાર તે તો કોઈ જીવવસ્તુની સિદ્ધિ નથી, તે તો ચેતનાનો કલંકભાવ છે. “જીવવસ્તુની સિદ્ધિ આટલી જ કે “મૂલચેતના માત્ર”.”
વળી સમ્યકત્વ થવું, એકાગ્રતા થઈ, યથાખ્યાત થયું, અંતરાત્માભાવ થયો, સિદ્ધભાવ થયો, કેવલજ્ઞાન કેવલદર્શન થયું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com