________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન
વળી કોઈ અજ્ઞાની આમ માને છે કે સ્વ ચેતન, ૫૨ ચેતન, એટલું જ જ્ઞાન-દર્શન થતાં જીવ ને સર્વથા મોક્ષ થયો, સાક્ષાત્ સિદ્ધપદની પ્રાપ્તિ થઈ, જીવ સર્વથા જ્ઞાની થઈ રહ્યો અને જીવને શુદ્ધ થવામાં આગળ બીજું કાંઈ રહ્યું નહિ, તે પુરુષે ભાવઇન્દ્રિય ભાવમન, બુદ્ધિપૂર્વક-અબુદ્ધિપૂર્વક, (પરિણતિ ) અને જેટલી જીવની અશુદ્ધ પ્રગટ ચિત્વિકારરૂપ પરિણતિ, તેટલી જીવદ્રવ્યની ન જાણી. જીવદ્રવ્યને (સર્વ ચિત્વિકા૨ પરિણતિથી ) વર્તમાન વર્તતું ન દેખ્યું. ત્યાં તે એદેશભાવને સંપૂર્ણ ભાવ સ્થાપ્યો આ ભાવઇન્દ્રિયાદિ પરિણતિને અન્ય કોઈ દ્રવ્યની સ્થાપી, ત્યાં તે પુરુષે અશુદ્ધ પરિણતિ રહેતાં (જીવને ) અશુદ્ધ ન માન્યો. વળી આ (અશુદ્ધ) પરિણિત જતાં કાંઈ જીવપર્યાયને શુદ્ધ માનશે નહીં, ત્યાં તે પુરુષે સાક્ષાત્ પરમાત્મસ્વરૂપસંપૂર્ણ સ્વરૂપ-સર્વથા મોક્ષસ્વરૂપ થવાની નાસ્તિ કરી, સદા સંસાર રાખવાનો ઉદ્યમ કર્યો.
૭૬
વળી કોઈ અજ્ઞાની આમ માને છે કે સ્વસંવેદનશક્તિને જ સંપૂર્ણ સ્વભાવરૂપ જ્ઞાન થયું માને, એટલી જ જ્ઞાનની શુદ્ધતા માને, એટલા જ જ્ઞાનને સર્વ થયું માને, એટલા જ સ્વસંવેદનભાવને સ્વરૂપ માને, એને સિદ્ધપદ માને, અન્ય સર્વ ભાવોથી જીવને શૂન્ય માને, ચારિત્રગુણના સ્વભાવની જેમ જ્ઞાનદર્શનના સ્વભાવને માને-ત્યાં તે અજ્ઞાનીએ જ્ઞાનનો નિજસ્વભાવ સ્વજ્ઞેય-પજ્ઞેયપ્રકાશક શ્રદ્ધયો નહિ
અને તે પુરુષે દર્શનગુણને સ્વને દેખવાના ૫૨ને દેખવાના નિજસ્વભાવરૂપે શ્રદ્ધયો નહિ, વળી તે પુરુષને સ્વપરનો ભેદ ઊપજવાનો નથી. કારણ કે જો પ૨ને જાણવામાં આવે તો સ્વનું પણ જાણવું ઊપજે, કારણ ૫૨૫દ તો ત્યારે સ્થપાય છે જ્યારે કોઈ પહેલાં ( સ્વને ) ( પોતાને ) સ્થાપે છે અને જ્યારે સ્વને (પોતાને ) સ્થાપે છે ત્યારે પહેલાં પરને સ્થાપે છે. વળી આમ કહેવામાં આવે કેજ્ઞાનના સ્વભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com