________________
આ પ્રમાણે-પોતાના અણુ-રૂપમાં ખોટી-પણ સાચી લાગતી,વૃદ્ધિ -ની ભાવના કરવાથીએ "બ્રહ્મ" જ એ "જીવ" શબ્દ ને યોગ્ય થઇ જાય છે.
અને એ રીતે કલ્પનાઓ થી "આકુળપણા" ને પામેલો,લિંગ-દેહના અભિમાન વાળો,અને જેનો "લિંગ-દેહ" જ "સ્થળ-શરીરરૂપ" થાય છે-એવો "જીવ" પોતાની "કલ્પના" ની અંદર જ-આ "સાકાર બ્રહ્માંડ" ને દેખે છે.
એ બ્રહ્માંડ માં કોઈ જીવ પોતાને "જળમાં રહેલો" દેખે છે તો કોઈ જીવ પોતાને રાજા તરીકે દેખે છે, તો કોઈ જીવ ભાવી-બ્રહ્માંડો ની કલ્પના કરી,તેમનો અનુભવ પણ કરે છે. તે પોતાના ચિત્ત (મન) ના સંકલ્પો પ્રમાણે દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્યો-રપ પોતાના રહેવાનાં "મિથ્યા-ઘરો" ની કલ્પના કરે છે.અને તેમનાં જુદાંજુદાં નામો ની કલ્પના કરીને પોતાને બાંધે છે.
જેમ,
મિથ્યા સ્વપ્નમાં મિથ્યા આકાશમાં ઉડવું પ્રતીત થાય છે, તેમ, મિથ્યા જગત-રૂપ ભ્રાંતિમાં -
મિથ્યા સંકલ્પ-મય જીવ પ્રતીત થાય છે.
આ પ્રમાણે-સમર્થ અને આદિ પ્રજાપતિ બ્રહ્મા-પોતે કેવળ સંકલ્પ-મય હોવાથી"ધૂળ-રૂપે" ઉત્પન્ન થયા નથી, છતાં પણ તે ઉત્પન્ન થયા છે એમ કહેવાય છે.
આ જે બ્રહ્માંડ-રૂપી ભ્રમ ઉત્પન્ન થયો છે, તેમાં કંઈ પણ મિશ્રિત થતું નથી, કંઈ પણ ઉત્પન્ન થતું નથી,અને કંઈ પણ ગ્રહણ કરવામાં આવતું નથી.પણ,એ તો કેવળ "અનંત-પરબ્રહ્મ-રૂપ-આકાશ" જ છે. "મહા-કલ્પ"માં બ્રહ્મા-વગેરે-મુક્ત થઇ ગયેલા હોય છે.તેથીઆ "કલ્પ" ના બ્રહ્મા ની ઉત્પત્તિ માં તેમણે કરેલી ક્રિયામાં તેના પૂર્વજન્મ નો સંસ્કાર કે બીજું કંઈ કારણ નથી,આથી જેવા બ્રહ્મા સંકલ્પ-જન્ય છે તેવું જ તેમનાથી થયેલું જગત પણ સંકલ્પ-જન્ય છે.
આમ,જેમ બ્રહ્મા શૂન્ય છે, તેમ જગત પણ સદા શૂન્ય જ છે. જેવી રીતે ગમે તે દેશ-કાળ માં પણ દ્રવ-પણું એ જળ થી જુદું પડતું નથી, તેવી રીતે આ સૃષ્ટિ પણ કદી પરમાત્મા થી જુદી પડતી નથી.
આ પ્રમાણે-જે બ્રહ્માંડ પ્રતીત થાય છે, તે અત્યંત નિર્મળ "બ્રહ્મ" જ છે.બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહિ. એમ વિચાર કરવાથી આ જગત શાંત થાય છે, એટલે, આધાર,આધેય તથા દૈત થી રહિત,એવું એક "પર-બ્રહ્મ" અવશેષ રહે છે. જગત-રૂપી ભ્રાંતિ થયેલી હોવા છતાં તેમાં બીજું કશું થયેલું હોતું નથી અને સર્વ થી રહિત અને સ્વચ્છ કેવળ ચિદાકાશ જ છે.
ચિદાકાશ માં -આધેય,આધાર, દયદ્રષ્ટા,બ્રહ્માંડ કે બ્રહ્મા -એમાંનું કશું નથી. નથી તેમાં કોઈ જાત ની ખટપટ કે નથી તેમાં જગત કે પૃથ્વી. પણ તે માત્ર શાંત-રૂપ -બ્રહ્મ જ છે.
આ રીતે સિદ્ધ થાય છે કે જે કંઈ પ્રતીત થાય છે તે સ્વચ્છ બ્રહ્મ જ પોતે પોતાનાથી પોતાનામાં જ પ્રકાશે છે."ચૈતન્ય-પણા" ને લીધે જ પોતાનામાં જગત દેખાય છે.અને મિથ્યા જગત -સાચા જેવું જણાય છે.)
જેમ સ્વપ્નમાં દેખાયેલું પોતાનું મરણ,જાગ્રતમાં નષ્ટ થઇ જાય છે, તેમ,અજ્ઞાન-કાળમાં દેખાતું આ મિથ્યા જગત જ્ઞાન-કાળમાં નષ્ટ થઇ જાય છે.