________________
પોતાને તે "તેજ ના કણ જેવો" જ અનુભવે છે.
એ અનુભવ-રૂપ "ભાવના" ની વૃદ્ધિ થાય છે,કણ-રૂપ નો અનુભવ કરતો તે પોતે"અસત" હોવાં છતાં "સત" જેવો "જીવ-રૂપે" પ્રતીત થાય છે.
જેમ, સંકલ્પ નો (કલ્પાયેલો) ચંદ્ર સાચો હોતો નથી, તેમ,ભાવનાથી મનાયેલું અણુ-રૂપ (કણ-રૂપ) પણ સાચું નથી.
જીવ એ "અણુ-રૂપ" ની ભાવના કરતાં કરતાં પોતે "એક" હોવા છતાં "બે" પણા ને પામે છે. એટલે કે "દ્રષ્ટા અને દૃય"- એ બંને-રૂપ થઇ જાય છે.
જેમ,અસંભવિત હોવા છતાં પણ,- સ્વપ્ન ની અંદર-મનુષ્ય પોતે જ પોતાના મરણનો દ્રષ્ટા થાય છે, તેમ,અસંભવિત હોવા છતાં પણ,- જીવ પોતાના જ "દય"-પણા નો "દ્રષ્ટા" થાય છે. અને આમ જીવમાં "દય-પણા ને દ્રષ્ટા-પણા" ની ભાવના દૃઢ થાય છે, ત્યારે તે "લિંગ-શરીર-રૂપ" થઈને પહેલાંના કરતાં વધુ "ધૂળ-પણું" પામે છે.
અને "હું લિંગ-સ્વ-રૂપ છું" એવી ભાવનાને લીધે તે જીવ (આત્મા) એ - "લિંગ-દેહ-પણા" ની સાથે "સ્થૂળ દેહ-પણા" નો પણ અનુભવ કરે છે. જેમ,ચિત્ત એ વિષયરૂપ થાય છે તેમ,"જીવ" દેહ-રૂપ થઇ જાય છે.
એટલે,જેમ,બહાર નો પર્વત એ અરીસામાં પ્રતિબિમ્બિત થઇ પ્રતીત થાય છે, અને, જેમ,બહારનો હોકારો -દેવળ ના ગુંબજમાં પ્રતીત થાય છે, તેમ,સઘળી "ઉપાધિઓ" થી બહાર રહેનારા છતાં, "ઉપાધિ" ની અંદર કલ્પેલા "આકાશ" માં તે (જીવ) પ્રતીત થાય છે.
જેમ,સ્વપ્ન અને સંકલ્પ નું જ્ઞાન એ દેહમાં જ સ્વપ્ન ને અને સંકલ્પ ને જુએ છે, તેમ અણુ-રૂપ માંથી "લિંગ-દેહ" ના અભિમાન ને પામેલો,જીવ, પોતાના સ્વરૂપ માં જ વાસનામય વ્યવહાર નો અનુભવ કરે છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં,વાસનામય દેહ એ બુદ્ધિના અને ચિત્ત -વગેરે ના પરિણામરૂપ છે.અને પરમાર્થ દ્રષ્ટિએ જોતાં,એ દેહ એ જ્ઞાન-રૂપ,સત્તા-રૂપ અને આનંદ-રૂપ જ છે.
"લિંગ-દેહ"માં રહેલો જીવ -એ-"લિંગ-દેહના આકાશમાં રહેલા વ્યવહાર ને હું જોઉં છું" એવી ભાવનાથી આકાશમાં "જોવા" માટે "ગતિ" કરવા જેવું કરે છે અને જે બે છિદ્રો થી "ભવિષ્યના બાહ્ય-નામ વાળા" --પદાર્થોને "દેખે" (જુએ) છે-તે બે છિદ્રો "આંખ" નામથી ઓળખાય છે. --તે પદાર્થો ને "સ્પર્શ" કરે છે તે "ત્વચા" (ચામડી) નામથી ઓળખાય છે. --જેનાથી તે સાંભળે" છે-(શ્રવણ કરે છે, તે "કાન" નામથી ઓળખાય છે. --જેનાથી એ "સુંઘે છે, તેને પોતાના માં ઘાણ-રૂપે (નાક) દેખે છે, --જેનાથી તે "સ્વાદ" લે છે તેને પાછળ થી તે રસના-રૂપે (જીભ) દેખે છે. --જેનાથી તે "ચલન"કરે છે તેને તે "પ્રાણ-રૂપ" થયેલું દેખે છે.અને --જેનાથી તે ચેષ્ટા કરે છે-તેને "કર્મેન્દ્રિયો" ના સમૂહ-રૂપ દેખે છે.
"આ દેખાવ પ્રત્યક્ષ થાય છે અને આ દેખાવ મનમાં થાય છે" વગેરે જેવી ભાવના કરતો, એ લિંગ-દેહ નો અભિમાની "જીવ" -જેમ,મહાકાશ માં ઘટાકાશ રહે છે-તેમ "પર-બ્રહ્મ" માં રહે છે.