________________
જેમ હિમ (બરફ) માં શીત-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે હિમ થી જુદું નથી, અને જેમ, ચંદ્રમાં શીતળ-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે ચંદ્ર થી જુદું નથી. તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે પણ તે બ્રહ્મ થી જુદું નથી.
આ પ્રમાણે જે પ્રથમ થી થયું જ નથી,તે વર્તમાન કાળમાં પણ હોતું નથી,તો પછી, તેનો નાશ થવાની વાત જ કેવી રીતે બને? જો કે બ્રહ્મ જગતનું કારણ કહેવાય છે, તો પણ, જેમ, તડકો એ છાયા નું કારણ હોય એ અસંભવિત છે તેમ, ચૈતન્ય-રૂપ "બ્રહ્મ" એ જડ-રૂપ પૃથ્વી નું કારણ હોય-એ અસંભવિત છે. માટે જગત મુદ્દલ થયું જ નથી એમ સમજવું. આમ,જગત-રૂપ "કાર્ય" કંઈ ઉત્પન્ન થયું જ નથી, પણ જે બહ્ય છે. તે જ જગત-રૂપ ભાસે છે એમ માનવું તે યોગ્ય જ છે.
"અજ્ઞાન" જ જગત-રૂપે પરિણામ પામ્યું છે. એમ કહેવામાં આવે છે.તો,પણ, અજ્ઞાન નું પરિણામ એ સંભવિત (જ્ઞાન)નું વિવર્ત (મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું) જ છે, અને સ્વપ્ન માં જે જગત જોવામાં આવે છે તે-સંભવિત નું વિવર્ત જ છે, એ વાત જગ-પ્રસિદ્ધ છે.
એટલે કે સ્વપ્ન માં જે ભ્રમ-રૂપી જગત જોવામાં આવે છે તે-સંભવિત (જ્ઞાન-સત્ય) નો જ દેખાય છે, તેમ સૃષ્ટિ ના આરંભમાં જે જગત જોવામાં આવે છે-તે બ્રહ્મ નો જ દેખાવ છે. આ જે કંઈ જગત જોવામાં આવે છે-તે સર્વદા બ્રહ્મ-રૂપ જ છેજગતનો કોઈ પણ સમયે અને કંઈ પણ-પ્રલય થયો નથી કે ઉદય પણ થયો નથી. જેવી રીતે સ્વપ્ન ને જોનારા પુરુષ નું જે "જ્ઞાન" છે તે જ સ્વપ્ન ના નગર જેવું દેખાય છે, તેવી રીતે,પરમાત્મા જ પોતાના સ્વરૂપ માં જગતની પેઠે પ્રતીત થાય છે.
શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન, દય-રૂપી ઝેર જગત) એ સ્વપ્ન ના અનુભવની પેઠે-અસત હોય તોતે અત્યંત દૃઢ રીતે કેમ પ્રતીત થાય છે? સ્વપ્ન નો પદાર્થ તો દૃઢ-રૂપે પ્રતીત થતો નથી. જ્યાં સુધી દરય (જગત) ની સ્થિતિ હશે ત્યાં સુધી દ્રષ્ટા નું વારણ થવાનું નથી,અને જ્યાં સુધી દ્રષ્ટાની(બ્રહ્મની) સ્થિતિ હશે, ત્યાં સુધી દ૨ય નું વારણ થવાનું નથી. તેમજ એમાંનું એક હશે ત્યાં સુધી બંને બંધ રહેશે અને એમાંથી એક નો ક્ષય થશે ત્યારે બંનેનો મોક્ષ થશે.
પણ જ્યાં સુધી દય નો અત્યંત બાધ-રૂપ-ક્ષય સમજાયો નથી ત્યાં સુધીદ્રષ્ટા અને દૃશયનો સંબંધ ટળવાનો નથી. એટલે-જ્યાં સુધી એ સંબંધ ટળ્યો નથી ત્યાં સુધી મોક્ષ ની આશા રાખવી વ્યર્થ છે. જો પ્રથમ દૃશ્ય પદાર્થ હોય અને પછીથી તેનો ક્ષય થતો હોય, તો તેના "સંસ્કાર-રૂપ" રહેલા "દૃશય" ની ઉત્પત્તિ નું બંધન પણ શાંત થતું નથી, કારણકે ચૈતન્ય-રૂપી અરીસા ઓ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેમાં દૃશ્યનું "સ્મરણ-રૂપ" પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી.
પણ,જો દૃશ્ય ઉત્પન્ન જ થયું ન હોય અને અસ્તિત્વ વિનાનું જ હોય તો દ્રષ્ટા -એ -દશ્યમાંથી મુક્ત થઇ શકે છે. માટે મારા મનમાં મુક્તિના અસંભવ ની જે શંકા છે તેને તમે યુક્તિઓ થી દૂર કરો.અને જ્યાં સુધી દૃશ્ય ના અત્યંત અસંભવ ને બરાબર સમજુ નહિ, ત્યાં સુધી તમે વિસ્તારથી કહ્યા કરો.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત (૬૫) જે દૃઢ રીતે પ્રતીત થાય છે, છતાં તે મિથ્યા જ છે. અને એ વિષે હવે હું લાંબી આખ્યાયિકા ઓથી કહું છું તે તમે સાંભળો.