________________
અને જેમાં અસ્ત પામે છે તે-પરમ દુર્લભ-એવું-પરમાત્મા નું સ્વ-રૂપ છે. --બુદ્ધિ વગેરે થી રહિત-એવા જે મોટા અરીસામાં પ્રમાતા-પણું,પ્રમાણ-પણું અને પ્રમેય-પણું, પ્રતિબિમ્બિત થયેલું છે તે પરમાત્મા નું સ્વરૂપ છે.
--જાગ્રતથી,સ્વપ્નથી તથા સુષુપ્તિથી રહિત-એવું જે મહા-ચૈતન્ય નું સ્વ-રૂપ છે,અને,
સ્થાવર-જંગમમાં જે પ્રતીત થાય છે તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. (અને તે જ પ્રલય માં અવશેષ રહે છે.) --સ્થાવર નું રૂપ કે જે મનથી,બુદ્ધિથી રહિત છે-તે જો જ્ઞાન-મય હોય તો તેને પરમાત્મા ના રૂપ ની ઉપમા આપી શકાય.
બ્રહ્મા-
વિષ્ણુ-મહેશ-સૂર્ય-ઇન્દ્ર-વગેરે નો નાશ થતાંસુખ-રૂપ સઘળી ઉપાધિઓ નો નાશ થવાથીભેદ-રહિત,ચૈતન્ય-માત્ર,અને જેમાં જગત નો સંગ રહેતો નથીએવું એક "પરમ-સ્વ-રૂપ" (પરમાત્મા-પર બ્રહ્મ) માત્ર પ્રલય-કાળ માં શેષ રહે છે.
(૧૧ જગતની સત્તા અધિષ્ઠાન ની સત્તા થી જદી નથી.
શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન,આવા રૂપ થી પ્રકાશનું આ દૃશ્ય-રૂપ જગત,મહાપ્રલય ના સમયમાં બ્રહ્મની અંદર રહેતું નથી તો તે ક્યાં રહે છે? તે તમે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-વાંઝણી નો દીકરો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? તથા આકાશનું વન ક્યાંથી આવે છે ને ક્યાં રહે છે? તે તમે મને કહો.
રામ કહે છે-વાંઝણી નો દીકરો ને આકાશ નું વન છે જ નહિ અને થવાનાં પણ નથી.તેઓ પ્રત્યક્ષ નથી, અને પ્રત્યક્ષ નહિ હોવાને કારણે તેમનો પ્રલય થવાનું પણ કહી શકાય તેમ નથી, માટે જગતને તેમની ઉપમા આપો છે-તે કેમ સંભવે?
વશિષ્ઠ કહે છે-જેમ વાંઝણી નો દીકરો અને આકાશ નું વન એ કદી પણ નથી,એની પેઠે જગત-આદિદશ્ય પણ કદી નથી.જગત ઉત્પન્ન થયું નથી અને તે નાશને પામનાર નથી. જે વસ્તુ પ્રથમ છે જ નહિ,તેની ઉત્પત્તિ કેવી?અને ઉત્પત્તિ ના હોય તો નાશ ની તો વાત જ ક્યાંથી હોય?
રામ પૂછે છે-જેની ઉત્પત્તિ અને સ્થિતિ પ્રત્યક્ષ છે એવા જગત ને વાંઝણી ના પુત્ર વગેરે કે જે અત્યંત અસત પદાર્થ છે તેની ઉપમા આપવી ઘટતી નથી,પણ જો તેમને બીજા કોઈ પદાર્થ કે જેમનાં - ઉત્પત્તિ અને નાશપ્રત્યક્ષ છે -તેમની ઉપમા આપવી શું અયોગ્ય કહેવાય?
વશિષ્ઠ કહે છે કે જેને ઉપમા આપવાની હોય છે તેને તેનાથી ભિન્ન પદાર્થ ની ઉપમા આપવી જોઈએ. "આકાશ એ આકાશ જેવું છે" કહીએ તો તે અનન્વયાલંકાર નું ઉદાહરણ થઇ જાય. એટલે અહીં અસત જગતને અસત પદાર્થ ની ઉપમા આપી છે. "આ જગત તો પ્રત્યક્ષ દેખાય છે તો તે અસત કેવી રીતે સંભવે?" એવી શંકા રાખશો નહિ. કારણકે કેટલાએક પદાર્થો અસત છતાં પ્રત્યક્ષ થાય છે. જેમ સુવર્ણ ના કડામાં કડા-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અસત છે. તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અત્યંત અસતુ છે.
જેમ, કાજળમાં કાળા-પણું પ્રત્યક્ષ દેખાય છે, પણ તે કાજળ થી જુદું નથી,