________________
આ બ્રહ્મ એ પરમાણું ના પણ "કારણ-રૂપ" છે,સુક્ષ્મ કરતાં પણ અતિ સુક્ષ્મ છે,શુદ્ધ છે,અને અત્યંત શાંત છે. તે દેશ-કાળ-વગેરે ના વિભાગથી રહિત છે.તેથી તે અત્યંત વિસ્તરાયેલો છે.
તે આદિ અને અંત થી રહિત છે,પ્રકાશ-માત્ર છે અને પ્રકાશ્ય-પદાર્થો થી રહિત છે.
આ બ્રહ્મ માં દૃશ્ય થયું જ નથી તો પ્રતિબિમ્બ્રિત થયેલો કહેવાતો અને નિરંતર વાસનામય કહેવાતોદ્રષ્ટા (જીવ) તો ક્યાંથી થયો જ હોય?
દૃશ્ય નો ઉદય નહિ થવાથી-બ્રહ્મ માં -જીવ-પણું નથી,બુદ્ધિ-પણું નથી,ચિત્ત-પણું નથી, ઇન્દ્રિય-પણું નથી કે વાસના-પણું પણ નથી.
આમ,એ પર-બ્રહ્મ ભલે બીજાઓને તે જગત-રૂપી -મોટા આડંબર થી ભરેલો લાગે,પણ, અમને તો તે શાંત -અને -આકાશ કરતાં પણ અધિક શૂન્ય લાગે છે.
શ્રીરામ પૂછે છે કે-એ અપાર ચૈતન્ય-મય પર-બ્રહ્મ નું રૂપ કેવું છે? તમે ફરીવાર એ મને સારી-પેઠે કહો. એટલે મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય.
વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલય થતાં સઘળાં કારણો ના "કારણ-રૂપ"જે "પર-બ્રહ્મ" બાકી રહે છે - તેનું રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો.
--સમાધિ માં "વૃત્તિઓ નો ક્ષય" થાય છે,ત્યારે "મન" ના રૂપ નો પણ નાશ કરીને"જેનું કોઈ રીતે નિરૂપણ ના થઇ શકે" તેવું- સદ-રૂપ રહે છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે. --સમાધિ માં "દ્રશ્ય-રૂપ" જગત રહેતું નથી,તેથી દ્રષ્ટા (જીવ) નો અભાવ થવાથી, જે એક-રૂપ જેવું "સાક્ષી-રૂપ" પ્રતીત થાય છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે.
--જે બ્રહ્મ વિષે તે ભવિષ્યમાં જીવ નું સ્વરૂપ લે છે તેમ માનવામાં આવે છે, તે બ્રહ્મ, દૃશ્ય (જગત)માં મળેલું નથી અને તેનું ચિન્માત્ર,નિર્મળ અને શાંત-એવું જે રૂપ છે -તે પર-બ્રહ્મ નું રૂપ છે.
--શરીર ને પવન-વગેરે લાગવા છતાં,પણ તેના (પવનના) સ્પર્શ -વગેરે નો અનુભવ ના થતાં,
જે રૂપ સમાધિ માં જીવતા યોગીઓ જુએ છે તે પર-બ્રહ્મ નું રૂપ છે.
--સ્વપ્ન વિનાની,કોઈ પીડાથી (માંકડ -વગેરે કરડવાથી) નહિ તૂટતી અને અંદર પ્રકાશ વાળીજે "સુષુપ્તિ-અવસ્થા" છે-તે ઘણીવાર સુધી રહે છે ત્યારે તેનું જે "ચૈતન્ય-રૂપ" છે-તે-પર-બ્રહ્મ નું રૂપ છે. --આકાશના અવકાશ જેવું,શિલા ના એક-રસ-પણા જેવું અને પવનના પૂર્ણ-પણા જેવું - ચિદ્રુપ પરમાત્મા નું જે રૂપ છે-તે પર-બ્રહ્મ નું રૂપ છે.
--જીવતા હોવા છતાં-દૃશ્ય નો અને મનનો ત્યાગ કરી દેતાં
સ્વ-રૂપ ની જે -શાંત અને પર-"સ્થિતિ" રહે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. --આનંદમય કોશ ની અંદર,સૂર્ય ની અંદર,આકાશની અંદર,અને વૃત્તિઓની અંદરજે એક "પ્રકાશ" સ્ફૂરે છે તે -પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--બુદ્ધિ ની વૃત્તિ ના,પદાર્થોના સ્ફૂરણ ના,તથા અજ્ઞાન ના સાક્ષી-રૂપ અનેઆદિ-અંત-વગરનું જે જ્ઞાન છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--આ જગત કદી ઉત્પન્ન થયું જ નથી,પણ જેનાથી તે ઉત્પન્ન થયા જેવું જણાય છે,અને જેનાથી અભિન્ન હોવા છતાં પણ તે ભિન્ન જેવું જણાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--જ્ઞાની પુરુષ,એ વ્યવહારમાં લાગ્યા છતાં પાષાણના જેવી અવિચળ સ્થિતિ માં રહે છે તથા જે અખંડિત છતાં જગત ને અવકાશ આપે છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--પ્રમાતા(ચિદાભાસ) પ્રમાણ (ઇન્દ્રિયો ની વૃત્તિ) અને પ્રમેય (વિષયો) એ ત્રણે જેમાં ઉદય પામે છે,
90