________________
ભરદ્વાજે માગ્યું કે જે ઉપાય થી લોકો સંસાર-રૂપી દુઃખમાંથી મુક્ત થાય તે ઉપાય કહો. ત્યારે બ્રહ્મા કહે છે કે આ માટે તું તારા ગુરૂ,વાલ્મીકિ ને જ પ્રાર્થના કર,તે જે મહા-રામાયણ હમણાં રચી રહ્યા છે તે તે પુરુ કરે.એ રામાયણ પુરુ થયા પછી તેને જો સાંભળવામાં આવશે તો લોકો,સઘળા મોહ ને પાર કરી જશે, અને સંસાર-રૂપી દુઃખમાંથી મુક્ત થશે.
આમ કહે ને બ્રહ્માજી પણ ભરદ્વાજ સાથે જ વાલ્મીકિ ના આશ્રમે આવ્યા,અને વાલ્મિકીને તેમણે કહ્યું-કેહે,મહામુનિ,તમે શ્રીરામ ના સ્વભાવનું વર્ણન કરવા જે ઉત્તમ ગ્રંથ રચવા માંડ્યો છે,તે કાયર થઇ વચ્ચે છોડ્યા વિના,લોક-હિતાર્થે, એને સત્વરે સમાપ્ત કરવો જોઈએ.આ ભલામણ કરવા જ હું અહીં આવ્યો છું. આમ કહી તે અદશય થઇ ગયા.
બ્રહ્મા નું આવવું અને અદશ્ય થવું એ જોઈ,વાલ્મીકિ ને અતિ આશ્ચર્ય થયું, તેમણે ભરદ્વાજ ને પૂછ્યું કે-બ્રહ્માજી એ આ શું કહ્યું? અને તને શું કહ્યું હતું તે મને સત્વરે કહે.
ભરદ્વાજે કહ્યું કે તમે જેમ પૂર્વ-રામાયણ પુરું કરીને ઉત્તર-રામાયણ લખવાનું જે ચાલુ કર્યું છે તે પૂર્ણ કરવાથી, અને તેના,વાંચન થી સંસારના લોકો નો મોહ દૂર થઇ સંસાર-સાગર ને તેઓ પાર કરશે.મુક્ત થશે. આપ મને પણ અત્યારે એ કથા કહો કે શ્રીરામ-વગેરે સૌ સંસાર-રૂપી સંકટમાં કેવા વ્યવહારથી વર્યા હતા? તેઓ કેવી રીતે નિર્દુખ-પણું પામ્યા હતા? કે જેથી હું પણ બીજા લોકો ની સાથે તેવી સ્થિતિને પામું.
(3) દૃશ્ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લક્ષણ અને રામની તીર્થયાત્રા
(દયબાધ=દૃશ્યમાત્ર એટલે કે જગતમાત્ર,એ અસ્તિત્વ-રહિત અને મિથ્યા છે)
ભરદ્વાજ વાલ્મીકિ ને કહે છે-પ્રથમ રામ-ચરિત્ર નો સંબંધ લઈને,આપ, અનુક્રમે મને જીવન-મુક્ત ની સ્થિતિ કહો.એટલે તેનું અનુસંધાન રાખીને હું સર્વદા સુખી રહી શકીશ.
વાલ્મીકિ કહે છે–જેમ,આકાશને કોઈ રંગ નથી,છતાં તેમાં જે વાદળી રંગ દેખાય છે, તે સાચો નથી, પણ ભ્રમ છે, તેમ આ જગત કે જે દ્રશ્યમાન છે, તે પણ એક ભ્રમ છે ને,તે સાચું નથી.(
મિથ્યા છે) કોઈ સમયે પણ,તે જગતનું પાછું સ્મરણ ના થાય,એવું (તે જગતનું) વિસ્મરણ થવું, એ “મુક્તિ"નું સર્વોચ્ચ લક્ષણ અને સ્વરૂપ છે-એવો મારો નિશ્ચય છે.
“સ્વ-રૂપ” (પોતાનું રૂપ=આત્મા–પરમાત્મા) નો સાક્ષાત્કાર થયા વિના “દય-માત્ર અસ્તિત્વ વિહીન છે” એ બોધ” કોઈના અનુભવ માં આવી શકતો નથી. અને “સ્વ-રૂપ” નો સાક્ષાત્કાર કરવા માટે આ શાસ્ત્ર (યોગવાશિષ્ઠ) છે.માટે તેને સાચી રીતે સમજવાનું છે.
શ્રવણ-મનન-વગેરે ક્રમથી,ચિત્તશુદ્ધિ થાય એટલે વાસનાઓ ક્ષીણ થતાં, જેમ ઠંડી ઓછી થતાં,હિમ (બરફ) નો કણ તરત પીગળી જાય છે, તેમ,મન, કે જ્યાં વાસનાઓ નો સમૂહ રહેલો છે તે પીગળી જાય છે.
જેમ, અંદર પરોવેલો ઝીણો દોરો,મોતીઓના સમૂહ ને ધરી રાખે છે, તેમ,વાસના-રૂપી દોરો,પંચ-મહાભૂત ના બનેલા આ શરીર ને ધરી રાખે છે. વાસના ના બે પ્રકાર છે-એક શુદ્ધ અને બીજી મલિન. જે–વાસનાથી “જન્મ”(પુનર્જન્મ) થાય છે-તે મલિન અને જેથી જન્મ નો નાશ થાય છે-તે શુદ્ધ વાસના છે. પ્રબળ અહંકાર થી મલિન વાસનાને -વિષયો ના અનુસંધાન ને કારણે-પોષણ મળે છે અને પુનર્જન્મ નું (અને