________________
બંધનનું) કારણ બને છે, પરંતુ, જેમ શેકાયેલું બી,અંકુરિત થઇ શકતું નથી, તેમ શુદ્ધ વાસના, પુનર્જન્મ ને ટાળે છે,ને આવી શુદ્ધ-વાસના જીવન-મુક્ત પ્રાણીઓના શરીરમાં ચાકડા ના ભ્રમણ પેઠે રહે છે. (જેમ,કુંભારનો ચાકડો, હાથ થી ફેરવવાનું છોડી દીધા પછી પણ વેગ ના સંસ્કારથી થોડી વાર સુધી ફર્યા કરે છે,તેમ જીવન-મુક્ત નો દેહ ફર્યા કરે છે)
આમ,જેમની વાસના શુદ્ધ હોય, તેમને પુનર્જન્મ નથી (મુક્તિ છે, અને તેથી, તે,પરમ-તત્વ ને પામેલા,જીવન-મુક્ત અને બુદ્ધિમાન કહેવાય છે. મહા-બુદ્ધિમાન,રામ,જે (આ) પ્રકારે જીવન-મુક્તિનું પદ પામ્યા હતા, તેમનો શુભ અનુક્રમ હું એવી રીતે કહીશ કે તું, સર્વદા,સઘળું, સારી રીતે, સરળતાથી સમજી શકીશ.
વિદ્યાભ્યાસ પૂરો કરીને રામ, ઘેર આવ્યા,અને ત્યાં નિર્ભય-પણે આનંદ-પૂર્વક જીવન વિતાવતા હતા. એવામાં કોઈ એક દિવસે તેમના મનમાં અનેક તીર્થો અને પવિત્ર આશ્રમો જોવાની ઉત્કંઠા થઈ. એટલે તેમણે તે પોતાનો વિચાર રાજા દશરથ (પિતાજી) સમક્ષ રજુ કર્યો. રાજા દશરથે,મુનિ વશિષ્ઠ સાથે વિચાર-વિમર્શ કરીને,રામની એ પહેલી,માગણી નો સ્વીકાર કરી તેમને તીર્થયાત્રા એ જવાની રજા (આજ્ઞા) આપી..
એટલે,રામ-લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે યાત્રાએ જવા નીકળ્યા. અને અનેક તીર્થો,આશ્રમો,નદીઓ, સરોવરો,પર્વતો-એમ અખિલ પૃથ્વી નાં દર્શન કરીને – પોતાની તીર્થયાત્રા પુરી કરીને પોતાને ઘેર પાછા ફર્યા.
(0 રામનું તીર્થયાત્રા થી પાછા ફરવું અને તેમની દિનચર્યા
વાલ્મીકિ બોલ્યા-અયોધ્યા-નિવાસીઓએ રામને પુષ્પાંજલિ કરી ને વધાવ્યા,અને રામે ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના એ પ્રથમ પ્રવાસથી પરત થઈને,રામે,પિતાને,વશિષ્ઠને,કુટુંબીજનોને અને સર્વ ને પ્રણામ કર્યા, એ સમયે રામ જાણે આનંદથી સમાતા નહોતા,અને ઘરમાં સર્વેને મધુર અને પ્રિય પોતાના પ્રવાસના અનુભવો ની વાતો કરતા હતા અને ઘરમાં આનંદ થી રહેતા હતા.
રામ,નિત્ય પ્રાતઃકાલ માં વહેલા ઉઠી,શાસ્ત્ર-વિધિ પ્રમાણે સંધ્યા-વંદન કરતા,ને પછી પિતાજીના દર્શન કરવા સભામાં પધારતા,ત્યાં વશિષ્ઠ વગેરે મહાત્માઓની સાથે આદર-પૂર્વક અનેક પ્રકારનાં જ્ઞાનોથી ભરેલી વાતચીત કરતા.પછી ભોજનાદિક-વગેરે ક્રિયાઓ કરી,ચોથે પહોરે પિતાની આજ્ઞા લઇ મૃગયા રમવા જતા. વનમાંથી પાછા આવી,સ્નાન-આદિ કરી,રાતે બાંધવો ની સાથે ભોજન કરતા અને સ્નેહીઓ ને પોતાની પાસે રાખી,રાત ગાળતા.
રામ,મોટા ભાગે આવી નિત્ય દિનચર્યા રાખી ને પોતાના ભાઈઓની સાથે પિતાના ઘરમાં રહેતા હતા, અને અત્યંત આનંદ-પૂર્વક પોતાનો સમય વિતાવતા હતા.
(૫) રામના વૈરાગ્ય નું વર્ણન
વાલ્મીકિ બોલ્યા-આ સમયે રામની પોણા-સોળ વર્ષ ની અવસ્થા થઇ હતી. રામે થોડો સમય તો આનંદ માં ગુજાર્યો, પણ પછી,શરદ ઋતુમાં જેમ નિર્મળ તળાવ,દિવસે દિવસે, સુકાઈ જાય છે, તેમ તે સુકાવા લાગ્યા.વિશાળ લોચન (અખો) વાળું,શ્વેત મુખ પણ ફિક્કુ પાડવા લાગ્યું. રામચિંતામાં પરવશ થઇ રહ્યા અને પદ્માસન વાળી,ગાલ પર હાથ મૂકી બેસી રહેવા લાગ્યા, સઘળાં કામો મૂકીને