________________
તેમના દર્શન થી ડર અને કામનાઓ ભાગી જાય છે.
એ દેવ (બ્રહ્મ) નો જો સાક્ષાત્કાર થાય તો-તમે,હું અને સઘળાં લોકો એક-રૂપ જ છીએ અને જો, સાક્ષાત્કાર ના થાય તો સર્વે ભિન્ન-ભિન્ન છીએ.
કાળ-સંબંધી છ વિકારો,દૃશ્ય પદાર્થો નો દેખાવ,અને અનેક જાતના માનસિક મનોરથો એ દેવ ને લીધે જ સ્ફૂરે છે.એ દેવ ના પ્રકાશથી જ જગતનો પ્રકાશ થાય છે,ક્રિયા-રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ અને અંતઃકરણ નું ચૈતન્ય વગેરે સઘળું -જે કંઈ તમારા જાણવામાં આવે છે તે આ દેવ (બ્રહ્મ) જ છે.
હૈ.સુજન પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય-એમાં અખંડિત-રૂપે જે જ્ઞાન રહેલું છે તે તમારું સ્વરૂપ છે - એમ તમે તમારા એકાગ્ર મનથી સમજો.
એ બ્રહ્મ-જન્મ-રહિત છે,જરા-રહિત છે,અનાદિ છે,અવિયળ છે,નિત્ય છે,સુખરૂપ છે,નિર્મળ છે. તેને જય પછી તે તે દૂર થાય તેમ નથી અત્યંત વંદનીય છે.શુદ્ધ છે,સઘળી રચનાઓથી રહિત છે, કારણો ના કારણ-રૂપ છે,અનુભવ-રૂપ છે બીજા કશાથી જણાય તેમ નથી,જ્ઞાનરૂપ અને સર્વરૂપ છે, અને સર્વરૂપ હોવા છતાં પણ તે બ્રહ્મ ગુપ્ત રહેલું છે.
(૧) બ્રહ્મ ના લક્ષણમાં શંકા અને તેને સમાધાન
રામ કહે છે કે-મહાપ્રલય થતાં જે તત્વ બાકી રહે છે,તે નિરાકાર જ રહેવું જોઈએ,એમાં કશો સંશય નથી, પરંતુ તે તત્વ શૂન્ય શા માટે નહિ?પ્રકાશવાળું શા માટે નહિ?
તે જીવ-રૂપ,મન-રૂપ બુદ્ધિ-રૂપ કે બીજા કોઈ રૂપ કેમ નથી? અને તમે તેને જો "સર્વ-રૂપ" કહો છો
તો તે કેવી રીતે? આ તમારા વિચિત્ર વચનોથી મારા મનમાં ગુંચવાડો ઉભો થયો છે તે તમે દૂર કરો.
વશિષ્ઠ કહે છે-કે-તમે જે આ પ્રશ્ન પૂછો છો- તે મારા અભિપ્રાય ને ઓળંગીને પૂછો છો.
આ પ્રશ્ન ઘણો વિષમ છે,પણ જેમ સૂર્ય,રાત્રિ ના અંધકાર ને ભેદી નાખે છે
તેમ હું પણ કશા પણ મહા-પ્રયત્ન કર્યા વિના જ તમારા સંશય ને ભેદી નાખીશ.
હે રામ,મહા-પ્રલય ના સમયમાં જે વસ્તુ શેષ રહે છે તે અધિષ્ઠાન રૂપી બ્રહ્મ -એ -શૂન્ય નથી.
જેમ કોતર્યા વિનાની પુતળી થાંભલા માં રહેલી છે-તેમ આ જગત પણ તે સમયે બ્રહ્મ માં રહેલું હોય છે.
હે,રામ,જેમ જળમાં તરંગ નથી અને છે પણ ખરા, તેમ બ્રહ્મ આ જગતમાં નથી અને છે પણ ખરું . જગત ની ઉત્પત્તિ ની સત્તા બ્રહ્મ ની સત્તા થી જુદી નથી અને
તે જગતના પ્રલયની સત્તા પણ એ બ્રહ્મની સત્તાથી જુદી નથી.-તો એવા સત્ અને સ્વરૂપ-સ્થિત "બ્રહ્મ" ની અંદર જગતની ઉત્પત્તિ થવામાં -બીજી કોઈ સામગ્રી ની જરૂર નથી.
અશૂન્ય પદાર્થ ને લઈને શૂન્ય શબ્દ નો અર્થ કલ્પી શકાય છે,અને
શૂન્ય પદાર્થ ને લઈને અશૂન્ય શબ્દનો અર્થ કલ્પી શકાય છે.પણ, 'બ્રહ્મ' થી જુદો કોઈ પદાર્થ જ નથી,માટે-તે "ખૂ" ને શૂન્ય કે અશૂન્ય કેવી રીતે કહી શકાય?
88
જે "પ્રકાશ" છે તે સૂર્ય-અગ્નિ વગેરે નો ધર્મ છે,માટે "બ્રહ્મ" ને "પ્રકાશ" કહી શકાય નહિ. તેમજ -સૂર્ય-વગેરે કોઈ પણ "યથાર્થ બ્રહ્મ" માં નથી,માટે તે "બ્રહ્મ" પ્રકાશવાળું નથી. સામાન્ય રીતે-સૂર્ય-વગેરે આદિ મહાભૂતો નો જે અભાવ છે તે "તમ" (તમસ) કહેવાય છે. પણ "બ્રહ્મ" એ કંઈ તેવા પ્રકાશ ના અભાવ-રૂપ નથી એટલે તે "તમ-રૂપ" નથી. "આકાશ " ની પેઠે સ્વચ્છ એવા બ્રહ્મ નો જે પ્રકાશ કહેવાય છે તે પોતાના "અનુભવ રૂપ" છે,