________________
એમાંનું કંઈ પણ સહાયતા આપે તેમ નથી.
પણ “મનથી કલ્પેલા દૈત” નો મૂળથી ઉચ્છેદ માત્ર-કરવામાં આવે તો તે પદ ની પ્રાપ્તિ થાય છે. અને મૂળ થી ઉચ્છેદ કરવા માટે-શ્રવણ -મનન-વગેરે પુરુષાર્થ થી જ સાધ્ય છે.
વિષયોને છોડી દેનારો પુરુષ માત્ર “વિવેક થી સાધ્ય થનારા”, અને “વિચારથી તથા એકાગ્રતા થી” નિશ્ચય કરી શકાય તેવા ઉત્તમ (પરમ) પદ ને પામે છે.
સુખદાયી આસન ઉપર બેઠાંબેંઠા જ તે ઉત્તમ (પરમ) પદનો, જો,પોતાની મેળે(પોતાની જાત થી) માત્ર વિચાર કરવામાં આવે તો પણ તે પદની પ્રાપ્તિ થાય છે.
જેમ,ઝાંઝવાના જળ માં પાણી હોતું નથી, તેમ સર્વ પદાર્થો નાશવંત હોવાને લીધે, મનુષ્યલોકમાં કે સ્વર્ગલોકમાં ક્યાંય પણ ખરું સુખ નથી. એથી “શમ અને સંતોષ-રૂપી” સાધન થી મન ને જીતવાનો પ્રયત્ન કરવો કે જેથી, અનંત-પદમાં એક-રસ-રૂપ” થવાથી “આનંદ” ની પ્રાપ્તિ થાય.
દેવ,દાનવ કે માણસ-ગમે તે હોય, પણ તેણે ઉભા રહેતાં,ચાલતાં,પડતાં કે ફરતાં-પણ, મન ની શાંતિથી ઉત્પન્ન થનારું,તે પરમ-સુખ અવય મેળવવું જ જોઈએ.
જેમ,આકાશમાં સૂર્ય નિર્લેપ રીતે રહે છે, તેમ,વ્યવહારમાં (તત્પર) રહેલ જ્ઞાની પુરુષ, વ્યવહાર ને છોડી દેતો નથી કે વ્યવહાર ને ઇચ્છતો પણ નથી. (નિર્લેપ રીતે રહે છે) આમ,વ્યવહારમાં રહેવા છતાં,નિર્લેપ રહી અને “શમ” થી સંસારમાં કલ્યાણ ની પ્રાપ્તિ થાય છે. (શમ=મન પર નિયંત્રણ કરવાની શક્તિ) શમ જ ઉત્તમ પદવી-રૂપ છે, સુખદાયી છે,શાંતિના કારણરૂપ છે,ભ્રાંતિ નું નિવારણ કરનાર છે. શમ ને લીધે તૃપ્તિ પામેલા,સ્વચ્છ મનવાળા પુરુષ નો શત્રુ પણ મિત્ર થઇ જાય છે.
જે કોઈ દુઃખો છે, જે કોઈ તૃષ્ણા છે, અને જે કોઈ અસહ્ય ચિંતાઓ છેતે સર્વ શાંત ચિત્ત (મન) વાળા,પુરુષો માં લય પામી જાય છે. શમથી શોભનારા,અને સર્વ પ્રાણીઓ પર સ્નેહ રાખનારા, સજ્જન માં “પરમ-તત્વ” આપમેળે જ પ્રસન્ન થાય છે. અને શમથી અંતઃકરણ ને જેવું સુખ થાય છે, તેવું સુખ,ઇન્દ્રાસન મળે,અમૃત મળે,કે વિષ્ણુ ની પદવી મળે-તો પણ થતું નથી. (આમ,શમથી મળનારું સુખ વધારે છે)
સમજુ મનુષ્ય-“શમ-વાળી અને સમતા-વાળી”-સ્વચ્છ બુદ્ધિથી જેવો શોભે છે, તેવો બીજો કોઈ શોભતો નથી. અને આવા મનુષ્ય નું જીવન જ સફળ છે.અને તે મનુષ્ય જે કાર્યો કરે છે, તેને સર્વ પ્રાણીઓ વખાણે છે.
-જે પુરુષ, પ્રિય (મન ને ગમતા) અથવા અપ્રિય (મનને અણગમતા) પદાર્થ ને— સાંભળીને અડકીને જોઈને જમીને કે તેવા (પ્રિય કે અપ્રિય) જળ માં નાહીને હર્ષ (સુખ) કે ગ્લાનિ (દુ:ખ) –પણ પામે નહિ તે “શાંત” કહેવાય છે. -જે પુરુષ,સર્વ પ્રાણીઓ પ્રત્યે સમ-બુદ્ધિ વાળો છે અને પ્રયત્ન(પુરુષાર્થ) થી,ઇન્દ્રિયો ને જીતીને, ભવિષ્યકાળનાં સુખ-વગેરેની ઈચ્છા કરતો નથી-તે “શાંત” કહેવાય છે.