________________
46
આ બંને માંથી હમણાં તમને જો શુભ વાસનાઓ ઉત્તમ માર્ગ પ્રતિ ખેંચી જશે તો, અનુક્રમથી ધીરે ધીરે તમે અવિનાશી પદ ને પામશો.પણ, જો અશુભ વાસનાઓ તમને અનુક્રમે સંકટમાં નાખવા ધારતી હશે, તો તેવે વખતે તમારે પ્રયત્ન કરી ને બળ થી તે અશુભ વાસનાઓ પર વિજય મેળવવો જોઈએ.
તમે જડ-દેહ-રૂપ નથી,પણ,કેવળ ચૈતન્ય-રૂપ આત્મા જ છો.તમે આત્મા થી જુદા નથી. જો તમારાથી ચૈતન્ય-રૂપ આત્મા જુદો હોય, તો તે તમને (અને તમે તેને જાણતો નથી એમ કહેવાય અને તેથી તે આત્મા ને સર્વજ્ઞ કહી શકાય નહિ, પણ આવું નથી, તમારો પ્રકાશ કરનાર (તમને પ્રકાશ આપનાર) બીજો કોઈ ચૈતન્ય પદાર્થ નથી,પણ, તમે જ (તમારો આત્મા જ) સર્વ ને પ્રકાશ કરો છે. (તમે જ ચૈતન્ય-રૂપ છો)
જો તમને બીજો કોઈ ચેતના આપતો હોય, તો તે બીજાને ચેતના આપનાર ત્રીજો હોય, એ જ રીતે તે ત્રીજા ને ચૈતન્ય આપનાર કોઈ ચોથો હોય.. અને આમ કરતાં આવું માનવાથી “અનવસ્થા” (જેનો કોઈ છેડો ના આવે તેવી સ્થિતિ) નામનો દોષ આવી પડે,અને મૂળ વસ્તુ ને સિદ્ધ કરી શકશે નહિ,પણ તેમાં હાનિ પહોચાડશે.
“વાસના-રૂપી” નદી, શુભ અને અશુભ –એમ બંને માર્ગે વહે છે. તે વાસના-નદીને અશુભ માર્ગે જતી અટકાવી અને શુભ માર્ગે ચઢાવવી જોઈએ. હે રામ,તમારું મન,અશુભ માર્ગમાં આસકત થયું છે તેને તમે પુરુષાર્થ અને બળ નો ઉપયોગ કરી ને શુભ માર્ગ માં ઉતારો. હે, રામ,મનુષ્યનું મન બાળક જેવું છે, તેને જો અશુભ માર્ગે જતું અટકાવવામાં આવે તો તે શુભ માર્ગે જાય છે અને શુભ માર્ગે જતું અટકાવવામાં આવે તો તે અશુભ માર્ગે જાય છે. માટે બળ-પૂર્વક તે મન ને અશુભ માર્ગે જતું અટકાવી શુભ માર્ગે વાળવું (જોડવું) જોઈએ.
તે મન-રૂપી બાળક ને હાલમાં તો,"સમતા-રૂપી-ધારણા” થી નિર્દોષ કરવું.અને પછી, ઉતાવળ ના કરતાં,ધીરે ધીરે,પુરુષાર્થ કરીને તેને સારા (શુભ) માર્ગે ચલાવવું (દોરી જવું)
તમે ભલે,પૂર્વે,(પૂર્વ-જન્મમાં) અભ્યાસથી શુભ કે અશુભ વાસનાઓનો સમૂહ દૃઢ કર્યો હોય, પણ હમણાં તો (હાલ) શુભ વાસનાને ગાઢી કરો. “પૂર્વ જન્મ ની શુભ વાસના હવે ગાઢી થઇ શકે નહિ, કે અશુભ વાસનાથી અનર્થ થશે” આવું વિચારી તમારે મુંઝાવું નહિ, પણ યોગ્ય વ્યવહાર કરીને સુખમાં રહેવું.
વાસનાઓના ફળ સંબંધી તમને કોઈ સંદેહ હોય તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો. ઉત્તમ શુભ આચરણ થી શુભ વાસનાઓ વધશે તો તેનાથી હોઈ હાનિ થવાની નથી. આ જગતમાં લોકો જેનો જેનો અભ્યાસ કરે છે તે તે વસ્તુ રૂપ જ થઇ જાય છે, આ વાત,બાળક થી માંડી વિદ્વાનો સુધીમાં સંદેહ વિના પ્રત્યક્ષ જોવામાં આવી છે.
માટે,પરમ,પુરુષાર્થ નો આધાર એવી-પાંચ ઇન્દ્રિયો ને જીતી લઇ,ઉત્તમ-શુભ વાસનાઓ નો સંગ્રહ કરો. તમે જ્યાં સુધી તમારા “સ્વ-રૂપ” ને જાણ્યું નથી, ત્યાં સુધી તમારું મન પણ તે વિષયને જાણતું નથી, માટે તમે જ્યાં સુધી “આત્મ-સ્વરૂપ”ને ના જાણો-ત્યાં સુધી શાસ્ત્રો ને મહાત્માઓ ના કહેવા મુજબ, નિર્ણય કરીને શુભ વાસનાઓનો અભ્યાસ કરો.
અને જયારે કંદો (રાગ-દ્વેષ વગેરે) શિથીલ થઇ ને આત્મ-વસ્તુ જાણવામાં આવે ત્યારે,