________________
પેઠે અલગ રહી શકે?
--જગતને અંતર-દૃષ્ટિ થી તણખલા જેવો જોઈ,મન ની કામ-આદિ વૃત્તિઓનો સ્પર્શ ના કરતાં,
એવો મનુષ્ય શી રીતે ઉત્તમપણું પામે? --આ અજ્ઞાન-રૂપી મહાસાગર ને પાર પામેલા-એવા કયા મહાપુરુષ નું સ્મરણ કરવાથી –
મનુષ્ય દુ:ખ-મુક્ત રહે. --કરવા યોગ્ય સાધન કયું?પામવા યોગ્ય ફળ કયું? અને આ મેલ વગરના સંસારમાં શી રીતે વર્તવું?
હે પ્રભુ,વિધાતાએ આ જગત અવ્યવસ્થા વાળું જ બનાવ્યું છે, તેમાં જે વડે હું તેના આદિમાં અને અંતમાં રહેનારી વસ્તુ ને (સત્ય ને) જાણી શકું તેવું તત્વ મને કહો.
હું અંતઃકરણમાં પૂર્ણ સંતોષ પામું,હું પૂર્ણ થાઉં,અને ફરી શોક ના કરું, તેવો (તેને લગતો)--તત્વ ને જાણનારા એવા તમે–અહીં મને ઉપદેશ કરો. હે મહાત્મા,પામર જીવો ને સર્વોત્તમ (શ્રેષ્ઠ) આનંદમાં વિશ્રાંતિ મળતી નથી, કારણકે સંસાર ના સંકલ્પ-વિકલ્પો તેમને અહીં તહીં દોડાવ્યે જાય છે.
(૩૧) ટૂંકા જીવનમાં સુખરૂપ પદ-નો પ્રશ્ન
રામ બોલ્યા-મનુષ્ય નું આયુષ્ય (જીવન) ક્ષણભંગુર,કોમળ અને ચપળ છે. અને તે ટૂંકા જીવનમાં મનુષ્ય મોહ,આશા,વાસના-વગેરે થી પીડાયા કરે છે.ત્યારે કાળ-રૂપી ક્રૂર બિલાડો, પ્રાણીમાત્ર રૂપી ઉંદરો નો સંહાર કર્યા કરે છે. એક ક્ષણ પણ અટકયા વિના તે દોડ્યા કરે છે અને ક્યાંય થી યે આવી ને પ્રાણી-માત્ર ને ઝડપી લે છે, તો હવે આનો ઉપાય શો?વિચાર શો?અને આશરો શો?મનુષ્યોની ગતિ કઈ છે?
--સંસારના અનર્થો નો વિચાર કરીને જેઓ વૈરાગ્ય અને દૃઢતાથી આ લોક અને પરલોક ના ભોગોને
છોડીને બેઠા છે તેવા કયા મહાપુરુષ ની પેઠે,અમારે આ સંસારરૂપી વનના માર્ગોમાં વ્યવહાર કરવો? --ભોગો-રૂપી વિભૂતિઓ રાગ-દ્વેષ-રૂપી મોટા રોગોથી ભરેલી છે,
ત્યારે સંસાર-રૂપી સમુદ્રમાં ફરનારા પુરુષને તે કઈ રીતે શું કરવાથી - બાધ ના કરે? --હે મુનિ જેમ પારો અગ્નિમાં પડવા છતાં બળતો નથી, તેમ પ્રીતિથી જ્ઞાન-રૂપી અમૃત ને સેવનારો પુરુષ, સંસારમાં પડવા (રહેવા) છતાં પણ સંસારના પરિતાપ ને કેમ પામતો નથી?
જેમ પાણીમાં ઉત્પન્ન થયેલાં માછલાંની સ્થિતિ (જીવન) પાણી વિના સંભવિત નથી, તેમ,સંસારમાં જન્મેલા પુરુષની સ્થિતિ પણ,સંસારના વ્યવહાર કર્યા વિના સંભવતી નથી.
જેમ અગ્નિ ની જવાળા દાહ વગરની હોતી નથી, તેમ,આ સંસારમાં કોઈ સારી ક્રિયા પણ,રાગ-દ્વેષ કે સુખ-દુઃખ વગરની હોતી જ નથી.
ત્રણે લોકમાં મન નું અસ્તિત્વ એ વિષયોના અવલંબન (આધાર) રૂપ જ છે,અને એ સર્વ વિષયો નો,તત્વ (સત્ય) ના બોધની યુક્તિ વિના ક્ષય (નાશ) થતો નથી. એટલા માટે તમે મને એ “તત્વ ના બોધ-ની યુક્તિ” વિષે કહો.
વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ કે શોક પ્રાપ્ત થાય નહિ,અને