________________
સંસાર ના વ્યવહારથી ઉત્પન્ન થયેલાં-તૃષ્ણા તથા વિષયો થી –વહોરાવાનું-સહન કરી શકું તેમ નથી. “આ સારું છે” એમ સમજી તેને મેળવવામાં-અને “આ ખરાબ છે એમ સમજી તેને ફેંકી દેવામાંજે વ્યવહાર કરવો પડે છે, તેના થી જે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તે મનને (ચિત્તને) અસ્થિર કરે છે.
આ કાળ-રૂપી વ્યભિચારી પુરુષ કે જે સંસાર-રૂપી હાર પહેરીને મોહક બનીને ઉભો છે તેનાથી, હું કાયર થઇ ગયો છું, અને સિંહ જેમ જાળ ને તોડી નાખે તેમ,હું તેને સહેલાઈ થી તોડી નાખવા માગું છું,
હે મુનિ,મારા મનનું આ “અજ્ઞાન અને દુઃખ -રૂપી અંધારું” જે મારા હૃદયમાં છે. તેને તમે “સુખ-રૂપી વિજ્ઞાનના દીવા” થી દૂર કરો. જેમ ચંદ્ર ના પ્રકાશ થી નાશ ના પામે તેવાં અંધારાં હોતા નથી, તેમ,મહાત્માઓના સંગ થી,નાશ ના પામે તેવા “સંસાર-ના દુષ્ટ તાપો” –આ જગતમાં છે જ નહિ.
હે મુનિ,આયુષ્ય નાશવંત છે,વૈભવો ચંચળ છે,અને યૌવનના આનંદો-પાણી ના રેલાની જેમ ચપળતાથી, વહી જાય છે, એવું મનમાં વિચારી ને, હમણાં લાંબી શાંતિ માટે જ હું મનથી અલિપ્ત થયો છું. (૩૦) વિશ્રાંતિના ઉપદેશની માગણી
રામ બોલ્યા-ચારે બાજુથી ઉભા થયેલ,સેંકડો અનર્થો ના ખાડામાં પડેલા જગતને જોઈને, મારું મન તેની ચિંતા કરે છે, મન ભમતું હોય તેમ લાગે છે ને મને ભય અને કંપારી થાય છે. ધીરજ વગર ની વ્યાકુળ થયેલી,અને કોઈ ઠેકાણા વગરની, મારી બુદ્ધિ,ભય પામ્યા કરે છે. વિષયોથી ઠગાયેલી,મારી અંતઃકરણની વૃત્તિઓ-વિક્ષેપ-રૂપી દુઃખ માં પડી છે. બુદ્ધિ ને લાગેલી આ ચિંતા શાંત થઇ સુખ ને પામતી નથી.
મારી અવ્યવસ્થિત ધીરજ વૃત્તિએ કેટલાક વિષયો ને છોડ્યા છે, તો કેટલાક પકડી રાખ્યા છે કે જેથી, સંસારે પણ મને અર્ધો ત્યજ્યો છે અને અર્થો પકડી રાખ્યો છે. અને આવી અવ્યવસ્થા ને લીધેમારા હાથમાંથી સંસારનાં સુખો ની સાથોસાથ પરમાર્થ નાં સુખો પણ ખોવાઈ ગયાં છે.
તત્વ (સત્ય) ના નિશ્ચય વગરની મારી બુદ્ધિ અનેક સંશયો પેદા કરે છે. આ મન અતિ-ચંચળ છે,તે અનેક પ્રકારના ભોગની વાસનાઓથી ભરપૂર છે અને ચપળતાથી જગતમાં ફર્યા કરે છે, તેને રોકવામાં આવે તો પણ તત્વજ્ઞાન ના આશ્રય વગર તે ચપળતા છોડતું નથી.
હે,મુનિ, --વાસ્તવિક રીતે જન્મ-મરણના પરિશ્રમ વગરનું, દેહ-આદિ ઉપાધિઓ વગરનું,અને,
ભ્રાંતિ વિનાનું—સત્ય-વિશ્રાંતિ-સ્થાન કયું છે કે જે ને પામવાથી કોઈ પ્રકારનો શોક જ ન રહે? --જનકરાજા –વગેરે સજ્જનો,સઘળાં પ્રકારનાં કર્મો કર્યા હતા,અને વ્યવહારમાં પણ અનુકૂળ રહ્યા હતાછતાં તેઓ મહાત્માની પદવી એ કેવી રીતે પહોંચ્યા હતા?
--આ દેહને પાપ-પુણ્ય રૂપી કાદવ ઘણી રીતે લાગ્યા છતાં કેવી રીતે પુરુષ તેનાથી ના લેપાય? --નિર્દોષ અને ઉમદા મનવાળા તમે મહાત્મા લોકો –કયો વિચાર રાખી –જીવનમુક્ત થઇ ફરો છો? --વિષયો-રૂપી સર્પો, અંતે તો લોકોને ખાઈ જવાને વાસ્તે જ લલચાવે છે, તેમનાથી શી રીતે બચી શકાય? --મોહ અને કામ-ક્રોધાદિ થી ડહોળી થયેલ બુદ્ધિ –શી રીતે અત્યંત સ્વચ્છતા પામે ? --આ સંસાર-રૂપી પ્રવાહમાં વ્યવહાર કરવા છતાં મનુષ્ય કઈ રીતે કમળ ના પાન ઉપરનાં જળની