________________
મારા વ્યવહારમાં પણ અડચણ આવે નહિ-એવી ઉત્તમ યુક્તિ મને કહો.
જે કામથી (કાર્યથી) મન પરમ પાવન થઇ વિશ્રાંતિ પામે છે,તે કામ શું છે? અને
તે કામ પહેલાં કયા મહાપુરુષે,કયા પ્રકારથી કર્યું છે?
હે,મહામુનિ, જો (અને જેવું) આપના જાણવામાં હોય,અને જે કરવાથી સાધુ-પુરુષો,દુઃખ-રહિત-પણું પામ્યા હોય,તે મને (મારા) “મોહ”ની નિવૃત્તિ માટે કહો.
હે મુનિશ્વર,જો તેવી યુક્તિ કોઈ ના જ હોય,અથવા તેવી યુક્તિ હોવાં છતાં,જો કોઈ મને સ્પષ્ટ રીતે કહેશે નહિ તો,હું પોતે તેવી યુક્તિઓનો વિચાર કરીશ.
અને એમ કરવા છતાં પણ જો મને મહા-વિશ્રાંતિ-રૂપ સર્વોત્તમ યુક્તિ મળશે નહિ,તો,
પછી હું સઘળા વ્યવહારો છોડી દઈશ,અહંકાર રહિત થઈ જઈશ,અન્ન ખાઈશ નહિ,પાણી પીશ નહિ, વસ્ત્રો પહેરીશ નહિ,ને સ્નાન,દાન કે ભક્ષણ-આદિ કોઈ કામ કરીશ નહિ.
હે,મુનિ, ત્યારે હું સંપત્તિના કે આપત્તિના કોઈ કામમાં ઉભો રહીશ નહિ,અને દેહનો ત્યાગ કર્યા સિવાય કશું ઈચ્છીશ નહિ.
આશંકા,મત્સર(ઈર્ષા),મમતા-વગેરે છોડી દઈને હું,ચિત્રમાં ચીતરેલા પુરુષની જેમ મૂંગો થઇ બેસી રહીશ.
આમ,આવા અનુક્રમથી,શ્વાસ-ઉચ્છવાસ તથા ભાન ને પણ છોડી દઈને હું અંતે
આ “દેહ” નામના અનર્થ-રૂપ ઓઠા ને પણ છોડી દઈશ.
હું કોઈનો નથી,અને કોઈ મારો નથી,એમ નિશ્ચય કરીને,હું તેલ વગરના દીવાની પેઠે બુઝાઈ જઈશ. અને સઘળું છોડી દઈને અંતે આ ખોળિયાનો પણ ત્યાગ કરી દઈશ.
શ્રી વાલ્મીકિ બોલ્યા-નિર્મળ ચંદ્રની પેઠે પ્રિય લાગતા,અને અતિ મહાન વિચારમાં,ઉઘડેલા ચિત્ત-વાળા, શ્રીરામચન્દ્રજી,આવા વચનો બોલ્યા અને પછી-મોર જેમ મહામેઘોની આગળ,ટહુકા કરીને છેવટે બંધ પડેતેમ –બોલવાના થાક લાગવાથી બોલતા બંધ થયા.
(૩૨) રામનાં વચનોની પ્રશંસા
વાલ્મીકિ બોલ્યા-રાજકુમાર રામચંદ્રજી,એ પ્રમાણે,મનના મોહને ટાળી નાખનારાં વચનો બોલ્યા, ત્યારે ત્યાં સભામાં બેઠેલા સર્વ લોકોનાં નેત્રો વિસ્મયથી પ્રફુલ્લિત થઇ ગયાં.
સર્વ નાં રૂવાંટા પણ જાણે સાંભળવા ઉત્કંઠિત થયા હોય તેમ ઉભાં થઈને વસ્ત્ર ની બહાર નીકળવાનું મન કરવા લાગ્યા.વશિષ્ઠ,વિશ્વામિત્ર,દશરથરાજા –વગેરે સર્વ ઘડીભર સ્તબ્ધ રહી ગયા.
અને જેવા શ્રીરામ ચુપ થયા કે ત્યાં જ આકાશમાંથી સિદ્ધ લોકોએ,પુષ્પવૃષ્ટિ કરવા માંડી.અને જ્યાં પુષ્પવૃષ્ટિ બંધ થઇ ત્યારે સભાના સર્વ લોકોએ સિદ્ધ-લોકોને આકાશમાંથી બોલતા સાંભળ્યા – “દેવ-લોકો માં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળમાં ઘૂમ્યા કરીએ છીએ,પણ કાન ને અપૂર્વ તૃપ્તિ આપનાર વચન આજે જ સાંભળ્યું.શ્રીરામે આજે જે વચન કહ્યું છે તે બૃહસ્પતિ થી પણ બોલી શકાય તેમ નથી. અહો,બુદ્ધિને આનંદ આપનારું,શ્રીરામના મુખમાંથી નીકળેલું આ મહાપવિત્ર અને ઉત્તમ વચન જે આપણે સાંભળ્યું,કે જેનાથી આપણે પણ તરત વૈરાગ્યવાન થયા છીએ.”
(૩૩) સિદ્ધ-લોકો નં સભામાં આવવું
સિદ્ધલોકો બોલ્યા-હવે મહર્ષિઓ (વાલ્મીકિ-વશિષ્ઠ)
31