________________ 255 સૂર્યોદય થી જેમ,જગતની ક્રિયાનો પ્રારંભ થાય છે, તેમ ચૈતન્ય ની સત્તા-માત્ર થી આ જગતની ઉત્પત્તિ થાય છે. હે, રામ, આમ,(અત્યાર સુધીના) મારા ઉપદેશ પ્રમાણે જગત ની સ્થિતિના આકારની નિવૃત્તિ કરાઈ છે, માટે તમારા ચિત્તમાં પણ આ જગત આકાશ-રૂપ (શૂન્ય) છે એમ (હવે, તમારા સમજવામાં આવ્યું હશે. જેમ દિવાની સત્તાથી, પ્રકાશ થવો એ સ્વાભાવિક છે, તેમ,જગતની સ્થિતિ એ ચૈતન્ય નો સ્વભાવ છે. જેમ,આકાશ શૂન્ય છે પણ તે મનોહર શ્યામતા ઉત્પન્ન કરે છે, તેમ,મન પોતાના અનેક પ્રકાર ના વિકલ્પથી,આ જગતને ઉત્પન્ન કરે છે. સંકલ્પ-વિકલ્પ નો ક્ષય થયા પછી,ચિત્ત ગળી (ક્ષય થઇ) જાય છે, અને તેથી, સંસારનો મોહ મટી જાય છે.અને મોહ મટવાથી,જન્મ-મરણ રહિત એક ચૈતન્ય રૂપ જ જણાય છે. આમ,પ્રથમ કર્માત્મક (કર્મો કરનાર) “મન” નો ઉદય થાય છે. પછી તે મનના સંકલ્પને લીધે,બ્રહ્મા-મનુ વગેરે સ્ત્રષ્ટા –શરીર રૂપે થાય છે. પછી જેમ,મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે-તેમ મનથી અનેક પ્રકારના જગતનો વિસ્તાર થાય છે. પછી મહાસાગરમાં તેની સત્તાથી જેમ જળના તરંગો દેખાય છે, તેમ તે અસત-રૂપ મન પોતે પોતાના અધિષ્ઠાન-રૂપ ચૈતન્યમાં ચૈતન્ય-માત્ર ની સત્તા-માત્ર થી જગત-રૂપી મહાન શરીર ધારણ કરીને ફૂરે છે. અને તે અસત હોવા છતાં સત હોય તેમ દેખાય છે અને વારંવાર ઉત્પન્ન થઈને લય પામે છે. ઉત્પત્તિ-પ્રકરણ-સમાપ્ત (to be continue on Part-2)