________________
248
પ્રકાશ થવો તે સુર્ય-વગેરે નું “તત્વ” (ક્રિયા) છે. પણ, પરમ-પદ તો પ્રકાશ ની “ક્રિયા” થી રહિત છે.
જેવી રીતે સમુદ્રમાં ઉંચા-પણું તથા નીચા-પણું નથી, પણ જળ-માત્ર જ ક્રૂરે છે, તેવી રીતે પરમાત્મા માં તત્વ-પરાયણ આ જગત,અનેક પ્રકારે સ્કૂરે છે. એટલે જ્યાં સુધી જ્ઞાન પરિપક્વ ના થયું હોય ત્યાં સુધી જ સર્ગ (અંગત) જોવામાં આવે છે, પણ, સંપૂર્ણ જ્ઞાન થયા પછી,તે સર્ગ એ શાશ્વત બ્રહ્મ-સ્વ-રૂપે જ જણાય છે. આથી,આમ,આ સર્ગ છે તે –બ્રહ્મ ની સંજ્ઞા છે-એવો વિદ્વાનો નો નિશ્ચય છે, ચિત્ત થી જ સર્ગ જોવામાં આવે છે, અને ચિત્તથી જ,સર્ગ નો ક્ષય જોવામાં આવે છે.
જેમ,વીંટી વગેરેનો ભ્રમ સુવર્ણમાં શાંત થાય છે, તેમ સર્ગ નો ભ્રમ પરમાત્મા ના શાંત પદ માં નાશ પામે છે. ચિત્તની શાંતિ થવાથી સર્ગ જો સત્ય હોય તો પણ અસત્ય જણાય છે, અને ચિત્તનો ઉદય થવાથી અસત્ વસ્તુમાં પણ સત ની ભાવના થાય છે. અહંતા થી યુક્ત ચિત્ત ના સંવેદન વડે,સર્ગ ના સંભ્રમ ને લીધે ભ્રમણા થાય છે, તો, અસંવેદન થી પરમ શાંત-પદ જણાય છે, પણ તે જડ-પણું નથી તેમ તમે સમજો.
જેવી રીતે કારીગર (કુંભાર) ની દ્રષ્ટિએ--પુરુષની ચતુરતા અને તેની ચતુરતા ના કર્મની ક્રિયા-વાળી, માટીની સેનાએ બંને માટી-રૂપ જ છે, તેવી રીતે જ્ઞાન ની દૃષ્ટિએ અનેક પ્રકારે દેખાતો આ સર્ગ એ શિવ-રૂપ (પરમાત્મા-રૂપ) જ છે. આ પ્રમાણે ઉત્પત્તિ અને નાશ થી રહિત તથા મધ્યમાં દોષથી રહિત-આ જગત-એ પર-બ્રહ્મ-રૂપ જ છે. અને પૂર્ણ-સ્વ-રૂપમાં પૂર્ણ-પણે રહેલું છે. એટલે કે-દેખાતો આ સર્ગ બ્રહ્મ-રૂપ અને બ્રહ્મ માં જ રહેલો છે.
જેમ આકાશ એ આકાશમાં વિશ્રાંતિ પામે છે, તેમ,શાંત અને શિવ-રૂપ-પરમ-પદ (પરમાત્મા) માં , આ જગત વિશ્રાંતિ પામ્યું છે. જેમ,નવ યોજન ના વિસ્તાર-વાળા નગરનું અરીસામાં પ્રતિબિંબ પડે,તો-તેમાં દૂર કે અદૂર પણું કંઈ નથી, તેમ,પરમાત્મા માં દૂર કે સમીપ-પણાનો કોઈ ક્રમ નથી.
અભેદ-રૂપે જોવાથી,આ વિશ્વ (જગત-કે સર્ગ) એ સત-રૂપ અને ભેદ-રૂપે જોવાથી તે અસત-રૂપ જણાય છે. આમ,આ સર્ગ (જગત) એ અરીસામાં પ્રતિબિમ્બિત નગર જેવો, મૃગજળ જેવો,અને બે ચંદ્ર ના ભ્રમ જેવો છે, તો તેમાં સત્યતા ક્યાંથી હોઈ શકે?
(૧૨૦) લવણ-રાજાના સંબંધમાં ચાંડાલી નો વિલાપ
વશિષ્ઠ કહે છે કે જેનું સ્વરૂપ મેં તમને સુવર્ણ ની વીંટી ની પેઠે મિથ્યા કહ્યું છે તે અવિદ્યાનું નાશાત્મક મહત્વ કેવું પ્રબળ છે તે તમે સાંભળો. પહેલાં, વર્ણન કરેલ લવણ-રાજાને ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ચંડાળ-પણાનો ભ્રમ દેખાડ્યો અને એ બધું જાણે નજરે જોયા પછી બીજે દિવસે તે રાજાએ પોતે જોયેલી પૃથ્વીમાં જવાનો વિચાર કર્યોરાજા વિચારે છે કે જે અરણ્યમાં મેં દુઃખનો અનુભવ કર્યો, તે અરણ્ય “ચિત્ત-રૂપી-અરીસામાં“ આલેખાયેલું હોય તેમ મને સ્મરણ માં છે. માટે તે અરણ્યમાં જવાથી તે અરણ્ય સાચે જ મને કદાચ દેખાઈ શકે,
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેને પોતાના કારભારી સહિત, દક્ષિણ દિશાના માર્ગે પ્રયાણ કર્યું. ત્યારે એક પ્રદેશમાં તેને પરલોકની પૃથ્વી જેવું એક અરણ્ય જોયું.અને પોતાના પ્રથમના અનુભવનો વૃતાંત કરીને ત્યાંના લોકો ને પ્રશ્ન પૂછવા લાગ્યો અને લોકો પાસેથી પોતાની જ હકીકત જાણીને તે વિસ્મય પામી ગયો.તેણે ત્યાં રહેલ પારધી અને ચંડાળ ને ઓળખ્યા અને આકુળ બુદ્ધિ થી-કુતુહલ પણે