________________
247
વીંટી એ સુવર્ણ જ છે,એમાં કોઈ સંશય નથી.
રામ કહે છે કે-હે પ્રભુ,તમારા કહેવા પ્રમાણે સુવર્ણ જ જો સર્વ વ્યવહારના કાર્યમાં આવતું હોય તોસુવર્ણથી ભિન્ન વીંટીનું સ્વરૂપ કેવું છે? તે કહો,કે જેના અર્થ ના નિશ્ચય થી હું બ્રહ્મ નું સ્વરૂપ જાણી શકીશ.
વશિષ્ઠ કહે છે કે-હે, રામ જે વસ્તુ ખોટી છે તેનું રૂપ નથી. માટે જો રૂપ વગરની વસ્તુ નું જો નિરૂપણ કરવાનું હોય તો તમે જ મને વાંઝણીના દીકરાનો આકાર તથા ગુણ વિષે કહો. વીંટી-પણું એ માત્ર ખોટી ભ્રાંતિ છે, તે અસત-રૂપ વાળી “માયા” છે, અને અવિચાર થી દેખાય છે.પણ સારી રીતે વિચાર કરવાથી તે જોવામાં આવતી નથી માયા નું એ પ્રસિદ્ધ સ્વરૂપ છે. મૃગજળની જેમ અહંતામાં અવિચાર થી માયા નું રૂપ દેખાય છે. સારી રીતે વિચાર કરવા થી તે દેખાતું નથી. અવિચાર થી જ છીપમાં રૂપા-પણું એ અસત હોવા છતાં સત હોય –તેવું જણાય છે.
જે વસ્તુ મૂળમાં જ નથી-તેનું એ વસ્તુ નથી એવો નિશ્ચયનો વિચાર કરવાથી, પ્રકાશ ને પમાય છે. પણ અવિચારથી ભ્રાંતિ ની બુદ્ધિ નું સ્કુરણ થાય છે, અને તે ભાંતિ જલ્દી મટતી (જતી) નથી. જેવી રીતે ભૂત ની ભ્રાંતિ નો ગભરાટ બાળકને માટે મરણ-રૂપ થઇ પડે છે, તેવી રીતે અસત-વસ્તુ પણ કોઈ પણ સમયે સત્કાર્ય કરવા અસમર્થ થાય છે. જેમ,રેતીમાં તેલ નથી,તેમ,સુવર્ણમાં સુવર્ણ સિવાય બીજું કંઈ એટલે કે--વીંટી-પણું નથી.
સાચી વસ્તુ થી જ વ્યવહાર થાય અને મિથ્યા વસ્તુ થી ના થાય,એવો કોઈ નિયમ નથી, કારણકે કોઈ વખતે,
મિથ્યા વસ્તુ પણ સાચું કામ કરે છે. જેમ,ઝેરમાં અમૃત ની ભાવના દૃઢ થવાથી,ઝેર પણ અમૃતનું કામ કરે છે, તેમ,સાચી અથવા ખોટી વસ્તુનો,હૃદયમાં દૃઢ નિશ્ચય થયો હોય તે વસ્તુ તેવા જ અર્થવાળી ક્રિયા કરે છે. જે આ દેખાય છે તે-પરમ "અવિદ્યા" છે અને તે જ "માયા" છે,તે જ "સંસ્કૃતિ" છે.અને તેથી જ અસત પદાર્થમાં "અહંતા"-પણાની ભાવના થાય છે.
જેમ,સુવર્ણમાં વીંટી-પણું વગેરે ની ભાવ નથી, તેમ, આત્મામાં અહંતા-પણા નો ભાવ નથી, આમ,સ્વચ્છ અને શાંત પરમાત્મામાં અહંતાનો અભાવ છે. સત્ય વિચાર કરતાં પરમાત્મા વિના બીજું, કોઈ સનાતન-પણું નથી, કોઈ બ્રહ્માંડ-પણું નથી, કોઈ પ્રજાપતિ-પણું, સ્વર્ગ-પણું,મન-પણું, દેહ-પણું,મહાભૂત-પણું,કારણ-પણું,ભાવ-પણું,અભાવ-પણું, ત્વમ-પણું,અહં-પણું, સત્તા કે અસત્તા-પણું,રાગ કે પ્રીતિ-પણું-એ કશું પણ નથી.
સર્વ જગત નું પરમ-અર્થ-રૂપ એ "અધિષ્ઠાન ની સત્તા" થી,સ્વયં-પ્રકાશ છે,નામ-રહિત, કારણ-રહિત, ઉત્પત્તિ અને નાશ ના વિકાર રહિત,મધ્ય તથા અંત રહિત,સર્વ-રૂપ નહિ છતાં સર્વ-રૂપ છે. મન અને વચન થી ગ્રહણ ના થાય તેવું છે, શૂન્ય થી પણ શૂન્ય છે, અને સુખ થી પણ સુખતર છે.
રામ કહે છે કે-હવે આ બ્રહ્મ નું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું.તો પણ આ સર્ગ (દરય જગત) જોવામાં આવે છે-તેનું શું કારણ? તે મને ફરીથી કહો.
વશિષ્ઠ કહે છે કે-પરમ-તત્વ એ શાંત પરમ-પદ માં આ જ પ્રમાણે રહેલું છે.અને તેમાં સર્ગ-અસર્ગનું કોઈ નામ પણ નથી,જેમ મહાસાગરમાં જળ છે –તેમ,પરમેશ્વરમાં સર્ગ રહેલો છે. જો કે તે મહાસાગરના જળમાં “દ્રવ-પણું” હોવાથી તેમાં “સ્પંદન-ધર્મ” છે, પણ, પરમાત્મા નું પદ એ “સ્પંદ-રહિત” છે. સુર્ય-વગેરે પોતાનામાં પ્રકાશ પામે છે પણ પરમ-પદ ને પ્રકાશ કરતા નથી.