________________
245
એ અજ્ઞાન ની છે. એ સાત ના પરસ્પર ભેળસેળ થવાથી બીજા ઘણા પ્રકાર થાય છે. આ સાત-ભેદ ના લક્ષણો તમે સાંભળો.
૧) કોઈથી વર્ણન ના થાય-એવું,તથા ભવિષ્યમાં ચિત્ત-જીવ વગેરે નામના “શબ્દ તથા અર્થ ને ભોગવનારૂ” “બીજ રૂપે રહેલું તથા જાગ્રત” જે નિર્મળ ચૈતન્ય નું પહેલું સ્કરણ છે-તેને “બીજ-જાગ્રત” કહે છે. ૨) બીજ-જાગ્રત થયા પછી “આ હું અને આ મારું” એવી મનમાં જે પ્રતીતિ થાય છે-તેને “જાગ્રત” કહે છે. ૩) જન્મ થયા પછી પૂર્વ-જન્મ ના સંસ્કાર થી જાગ્રત થયેલા દઢ મહાવિશ્વાસ ને “મહા-જાગ્રત” કહે છે.
૪) અભ્યાસથી દૃઢ થયેલું કે દૃઢ ના થયેલું-જાગ્રત અવસ્થાનું જે મનો-રાજ્ય છે-તેને “જાગ્રત-સ્વપ્ન” કહે છે. ૫) છીપમાં રૂપાની ભ્રાંતિ ની જેમ,જાગ્રત અવસ્થામાં અભ્યાસથી અનેક પ્રકારનાં સ્વપ્ન થાય છે. “મેં સ્વપ્ન માં આ પ્રમાણે જોયું પણ તે ખરું નથી” તે પ્રમાણે નિંદ્રા મટ્યા પછી,નિંદ્રામાં કરેલા અનુભવનો અને તેના અર્થનો વિચાર કરવો-તેને “સ્વપ્ન” કહે છે.
૬) આ સ્વપ્ન-એ મહા-જાગ્રત અવસ્થામાં સ્થળ-શરીરના કંઠ થી હૃદય સુધીના નાડીના ભાગમાં થાય છે. દેહમાં જયારે જાગ્રત દશાની પેઠે,સ્વપ્નમાં જયારે દૃઢ નિશ્ચય થાય છે...ત્યારે તેને “સ્વપ્ન-જાગ્રત” કહે છે. ૭) ઉપરની છ અવસ્થા નો ત્યાગ થયા પછી ભાવી દુ:ખના બોજથી,યુક્ત જીવ ની જે જડ સ્થિતિ છેતેને “સુષુપ્તિ” કહે છે.
હે,રામ,આ પ્રમાણે મેં અજ્ઞાન ની સાત ભૂમિકા કહી.એમાંની દરેક ભૂમિકા ને અનેક શાખાઓ પણ છે. જો,જાગ્રત-સ્વપ્ન ની દશા ઘણા વખત સુધી રૂઢ થાય તો તે દશા જાગૃત-અવસ્થામાં મળી જાય છે. જાગ્રત-પણાને પામેલી,જાગ્રત સ્વપ્ન-દશામાં અનેક પ્રકારના ભેદ વડે, મહા-જાગ્રત દશાના જેવી સ્થિતિ વિકાસ પામે છે.
જેવી રીતે-વહાણ જળ ની અંદર રહેલી ઘુમરીમાં ભમ્યા કરે છે, તેવી રીતે-ઉપરની મહા-જાગ્રત દશામાં મનુષ્ય-એક જાતના મોહમાંથી બીજી જાતના મોહમાં ભમ્યા કરે છે. આ અજ્ઞાન-ભૂમિકાઓ-તેના અનેક પ્રકારના વિકારો ને લીધે,તથા જગતની અંદર થતા ભેદને લીધેત્યાગ કરવા યોગ્ય જ છે. માટે વિચાર કરીને ને નિર્મળ આત્મા નું જ્ઞાન પામીને તેને તરી જાઓ.
(૧૧૮) સાત પ્રકાર ની જ્ઞાન-ભૂમિકા નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે, અનઘ, હવે હું તમને સાત પ્રકારની જ્ઞાન-ભૂમિકાઓને કહું છું.તે તમે સાંભળો. કેટલાક મત-વાદીઓ,યોગ-ભૂમિકા ના અનેક પ્રકારોને કહે છે. પણ હવે જે હું તમને કહેવાનો છુંતે જ શુભ ફળ આપનારી સાત-ભૂમિકા મને માન્ય છે.
અવબોધ ને જ્ઞાન કહે છે અને તે જ્ઞાન સાત-પ્રકારનું છે.જયારે “રેય” ને “મુક્તિ” કહે છે કે જેઆ સાત-ભૂમિકા થી પર છે.(સત્યાવબોધ અને મુક્તિ એક જ છે) શુભેચ્છા વિચારણા.તનમાનસા,સત્વાપત્તિ,અસંસક્તિ,પદાર્થભાવની અને તુર્યગા-એ સાત જ્ઞાન-ભમિકાઓ છે. આ સાત-ભૂમિકા ને અંતે મુક્તિ રહેલી છે.
૧) “હું મૂઢ કેમ બેઠો છું?શાસ્ત્ર અને સજ્જન નો સમાગમ કરી હું વિચાર કરું" આ પ્રમાણે વૈરાગ્ય-પૂર્વક ઈચ્છા થવી તેને પંડિતો “શુભેચ્છા” કહે છે. ૨) શાસ્ત્ર અને સજ્જન ના સમાગમ વડે વૈરાગ્ય તથા અભ્યાસ-પૂર્વક સદાચારમાં જે પ્રવૃત્તિ કરવીતેને “વિચારણા” કહે છે.