________________
244
--ત્યાર પછી,ઔષધિઓમાં પ્રવેશ કરીને પ્રાણીના “ગર્ભ-પણાને પામે છે. --ત્યાર પછી જન્મ થાય છે અને તે પુરુષ થાય છે.
પોતાનો જન્મ થાય ત્યારથી જ –એટલે કે બાલ્યાવસ્થા થી જ પુરુષે–વિદ્યા-ગ્રહણ કરવી, તે વિદ્યા (જ્ઞાન) થી વિવેક-વૈરાગ્ય વગેરે સાધન-સંપત્તિ-પુરુષ ને ક્રમ-પૂર્વક પ્રાપ્ત થાય છે. અને તેથી સ્વચ્છ દૃષ્ટિ પ્રાપ્ત થતાં,”આ સંસાર-અનર્થ નો ત્યાગ કરવા યોગ્ય છે" તથા "મોક્ષ નો ઉપાય ગ્રહણ કરવા યોગ્ય છે” એવો વિચાર તે પુરુષને ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે-વિવેક-વાળા ,નિર્મળ સત્વ-ગુણ રૂપ,અધિકારી,પુરુષમાં –ક્રમ-પૂર્વક, ચિત્ત ને પ્રકાશ કરનારી-એવી “સાત-યોગ ભૂમિકામાં ઉત્પન્ન થાય છે.
(૧૧૭) સાત-પ્રકાર ની અજ્ઞાન-ભૂમિકા નું વર્ણન
રામ કહે છે કે-હે બ્રહ્મન,સિદ્ધિ આપનારી તે સાત-યોગ-ભૂમિકા વિષે મને સંક્ષિપ્ત માં કહો.
વશિષ્ઠ કહે છે કે-હે, રામ,જ્ઞાન-ભૂમિકા અને અજ્ઞાન-ભૂમિકા પણ સાત છે. અને તેના પરસ્પર વિરોધી એવા ભેદો અસંખ્ય છે. "સ્વાભાવિક-પ્રવૃત્તિ-રૂપ-પ્રયત્ન કરવો” અને “દ્રઢતાથી વિષય-ભોગમાં એક-રસ થવું” એ બંને-“અજ્ઞાન-ભૂમિકા”ના અસાધારણ “કારણ” કહેલાં છે.અનેશાસ્ત્રમાં કહેલ “સાધન-ચતુટ્ય” સહિત,શ્રવણાદિ-પ્રયત્ન” તથા “મોક્ષ ના વિષયમાં એક-રસ થવું” એ “જ્ઞાન-ભૂમિકા નું અસાધારણ “કારણ” કહેલ છે. આ બંને અભિવૃદ્ધિ પામીને અનુક્રમે- “સંસારસુખ કે બ્રહ્મસુખ” ના ફળ ને ઉપજાવે છે.
પ્રથમ,હું તમને સાત અજ્ઞાન-ભૂમિકા ના પ્રકાર કહું છું તે તમે સાંભળો. પછી તમને સાત જ્ઞાન-ભૂમિકા ના પ્રકાર સંભળાવીશ. “સ્વરૂપાવ-સ્થિતિ” અને “મુક્તિ” એ ટૂંકમાં “જ્ઞાન નું લક્ષણ” કહેવાય છે.અને એથી-વિરુદ્ધ“સ્વ-રૂપ” માં “ભ્રષ્ટતા અને અહંકાર-પણું” એ ટૂંકમાં “અંજ્ઞાન નું લક્ષણ” છે.
શુદ્ધ “સ્વ-ભાવ” નું જ્ઞાન થવાથી,જે માણસ પોતાના “સ્વ-રૂપમાં થી ચલાયમાન” થતો નથી.તેને, “રાગ-દ્વેષ” નો ઉદય ના થવાથી,"અજ્ઞાન-પણું” થવાનો સંભવ નથી.
સ્વ-રૂપ થી ભ્રષ્ટ થવાને લીધે-અનાત્મ-પદાર્થમાં આત્મા નું જે તાદામ્ય થાય છે તેના જેવો બીજો કોઈ “મોહ” થયો નથી અને થશે નહિ.
પ્રથમ થયેલા-વિષય નો સંકલ્પ સમાપ્ત થયા પછી, જ્યાં સુધી બીજા વિષય નો સંકલ્પ થયો નથી
ત્યાં સુધી વચગાળાની જે સ્થિતિ રહે છે તેને “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે. (કારણકે તે સ્થિતિમાં “મનન કે પ્રયત્ન” રહેતાં નથી.) જેમાં સર્વ સંકલ્પ શાંત થાય છે, જે પહાડના મધ્ય ભાગ જેવી ઘન છે,અને જે જડતા તથા નિંદ્રાથી રહિત છે, તેવી સ્થિતિને પણ “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે.
અહંતા ના અંશ નો નાશ થયા પછી,ભેદ શાંત થયા પછી,અને નિસ્પંદ-પણને પામ્યા પછી, જે અ-જડ ચૈતન્ય સ્કૂરે છે-તેને પણ “સ્વરૂપાવસ્થિતિ” કહે છે. અને આવી “સ્વરૂપાવ-સ્થિતિ માં “અજ્ઞાન” નો "આરોપ" કર્યો છે-કે જે અજ્ઞાનની સાત ભૂમિકા છે.
બીજ જાગત-જાત-મહાજાગત-જાગતસ્વપ્ન-સ્વપ્ન-સ્વપ્નજાગૃત-અને સુષુપ્તક-એવી સાત ભૂમિકા