________________
186
અને મનુષ્ય-માત્ર ને “અહંતા” નો પ્રકાશ પણ આત્માથી જ થાય છે. જેમ કોઈ પણ મનુષ્ય અંધારામાં ઉભો હોય, તેને “તું ક્યાં છે?” એમ પૂછવાથી –તે સ્થળે પ્રકાશ નથી, તો પણ તેના “અંતરમાં પ્રકાશ” હોવા થી “હું અહીં છું” એમ ઉત્તર આપે છે, તેમ,પોતાના દેહ-ઇન્દ્રિય ના વિષયમાં “દય ની ચમત્કૃતિ” પણ સર્વ ના અનુભવ થી જ સિદ્ધ છે.(૧૩)
--અનુભવ-રૂપી આત્મા નો જે પ્રકાશ છે,તે લતા,કળી,ફુલ તથા આંખ વિનાના પદાર્થો ને પોષણ કરનાર છે, તથા તેનો સાક્ષી પણ છે. (૧૪). --વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતાં કાળ,આકાશ,ક્રિયા, સત્તા,જગત-એ બધું “ચિત્ત-અણુ” ના સંવેદન થી રહેલું છે, તથા તેના સ્વામી,ભોક્તા,કર્તા પણ તે જ છે, પણ પરમાર્થ-દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તોતે કર્તા પણ નથી,તેમ જ ભોક્તા પણ નથી. (૧૫) --અશુપણા નો ત્યાગ ન કરનાર-તે “ચિત્ત-અણુ” અને જગત-રૂપી રત્ન નો સંપુટ ઉભો કરે છે.(૧૭) --એ કેવળ પરમાત્મા માં “પ્રમાણ-પ્રમાતા-પ્રમેય-રૂપી” જગત નથી, પણ તે જ પરમાત્મા જયારે જગત-રૂપે સર્વત્ર સ્કૂરે છે, ત્યારે એ જગત-રૂપી સંપુટમાં પરમાત્મા જ પરમ મણિ છે. (૧૮)
--“ચિત્ત-અણુ” ને દુ:ખે કરીને પણ બોધ થતો નથી, માટે તે તમ-રૂપ છે,છતાં, તે ચૈતન્ય-રૂપ છે, તેથી પ્રકાશ-કર્તા પણ છે. (૧૯) . -“ચિત્ત-અણ” સંવેદન-રૂપ છે માટે તે “છે" અને ઇન્દ્રિયો તેને પહોંચી શકતી નથી માટે તે “નથી” (૨૦). --“ચિત્ત-અણુ” ની ઇન્દ્રિયો થી પ્રાપ્તિ થતી નથી, માટે તે દૂર છે, પણ ચૈતન્ય-રૂપ છે તેથી સમીપ છે.(૨૧) --“ચિત્ત-અણુ” પોતે અણુ-રૂપ છે, અને તે સર્વના સંવેદન-રૂપ છે,માટે અણુ હોવા છતાં પર્વત-રૂપ છે. જે આ જગત જોવામાં આવે છે, તે માત્ર સંવેદન-રૂપ છે પણ સત્ય નથી (પર્વત વગેરે સત્ય નથી) તેથી સંવેદન ને લીધે જ અણુમાં મેરુ પર્વત) પણું (ઘટે) છે.
--જે કાળમાં એક નિમેષ(પલકારો)નો અનુભવ થાય છે, તેને નિમેષ માનવો,તથા “કલ્પ"નો અનુભવ થાય તેને “કલ્પ” માનવો.જેમ,અનેક યોજન માં પથરાયેલું મહાનગર પણ જેમ મનુષ્યના મનમાં રહે છે, તેમ,”કલ્પ" ક્રિયા નો વિલાસ પણ નિમેષ-રૂપ જણાય છે. જે પ્રમાણે મોટું શહેર એક નાના દર્પણ માં જોવામાં આવે છે, તે પ્રમાણે એક નિમેષમાં પણ “કલ્પ” નો અનુભવ થવા સંભવ છે.આમ જયારે એક અણુમાં પણ ભ્રમથી નિમેષ,કલ્પ,પર્વત અને કરોડો યોજન રહેલ છે, ત્યારે, તેમાં એક-પણું કે ત-પણું કેવી રીતે ઘટે? સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય નો તથા અસત્ય નો અનુભવ થાય છે, તેવી રીતે-“મેં પહેલા આમ કરેલું છે"એવી બુદ્ધિ નો ઉદય થાય છે.વળી, મનુષ્ય ને દુ:ખનો કાળ થોડો હોય તો પણ લાંબો લાગે છે અને સુખનો લાંબો કાળ ટૂંકો લાગે છે. આમ, મનુષ્યના મનમાં સાચો અથવા ખોટો-જેવો નિશ્ચય થાય છે, તેવો ચૈતન્યમાં પ્રકાશ પામે છે. પણ ખરું જોતાં,નિમેષ નથી,કલ્પ નથી,દૂર નથી ને અદૂર પણ નથી માત્ર અન્ય વસ્તુની પેઠે, ચિત્ત-અણુ” ની પ્રતિભા રહેલી છે.સર્વ ચૈતન્ય-રૂપ છે માટે તેમાં કોઈ ભેદ નથી. (૨૩-૨૪)
ચૈતન્ય-રૂપી અણુ ઇન્દ્રિયો ના સાર રૂપ છે એટલે પ્રત્યક્ષ છે પણ સાથે સાથે, ઇન્દ્રિયો તેને પહોંચી શકતી નથી માટે તે (ચૈતન્ય) અપ્રત્યક્ષ છે. વળી, પ્રત્યક્ષ અનુમાન,ઉપમાન તથા શબ્દ-એ ચાર “પ્રમાણ” થી ચિત્ત-અણુમાં દૃશય-પણા નો ઉદય થાય છે. માટે તે પ્રત્યક્ષ છે. જેમ જ્યાં સુધી સુવર્ણમાં કુંડળ નું સંવેદન છે ત્યાં સુધી તેમાં સુવર્ણ-પણું નથી, તેમ, દશ્ય-પણું છે, ત્યાં સુધી વાસ્તવિક રીતે ચૈતન્ય નું એક-રસ-પણું નથી. જેમ કુંડળમાં કુંડળ-પણા ની બુદ્ધિ મટી જાય છે ત્યારે તે સુવર્ણ જ છે, તેમ,જયારે દૃશ્ય-પણા ની બુદ્ધિ મટી જય છે ત્યાર પછી કેવળ નિર્મળ અને શુદ્ધ -પરબ્રહ્મ દેખાય છે.