________________
185
--ચૈતન્ય-રૂપી અણુ મન-ઇન્દ્રિયોની વૃત્તિ વડે અનેક પ્રકારે જણાય છે, તેથી તે સર્વ-રૂપ છે,અને મન-ઇન્દ્રિયો વડે તેનું "રૂપ" જણાતું નથી, માટે તે કંઈ નથી. અને તે જ ચૈતન્ય-રૂપી અણુ એક તથા અનેક છે.(૨૯) નોંધ-પહેલા પ્રશ્નમાં “અનેક સંખ્યા વાળું એક કયું છે?” તેનો ઉત્તર અહીં પણ આવી જાય છે (૧)
--ચૈતન્ય-રૂપી અણુ ની અંદર જગત રહેલું છે (૬૩) -- ચૈતન્ય-રૂપી અણુ જગત-રૂપી રત્ન ને ધારણ કરે છે. (૧૭) --આ ત્રણ જગતનો સમૂહ ચૈતન્ય-રૂપી મોટા સમુદ્ર માં રહેલો છે,તે ચૈતન્ય-રૂપ જ છે અને તેનાથી જુદો નથી, પણ જેમ જળમાં દ્રવ-પણાથી ઘુમરી પડે છે અને તે જુદી દેખાય છે, તેમ,ચિત્તના વિકલ્પ-પણાથી જુદાપણું જણાય છે.(૫૭-૫૮)
-- ચૈતન્ય-રૂપી અણુ મન-ઇન્દ્રિયો થી અતીત છે, માટે તે શૂન્ય છે, અને તે પોતાના સંવેદન થી જણાય છે, માટે તે આકાશ-રૂપી હોવા છતાં અશૂન્ય છે.(૨૯) --અદ્વૈતપણાથી “વં પદમાં “અહં” પદનો તથા “અહં” પદમાં “વં” પદનો સમાવેશ થાય છે, અને આ પ્રમાણે થવું તે પણ વ્યવહારિક દૃષ્ટિ થી જ છે, પણ પરમાર્થ દૃષ્ટિ થી આત્માથી સર્વ ની એકતા છે, તેથી તેમાં “વં-પણું” કે “અહં-પણું” નથી (૪-૫). -- ચૈતન્ય-રૂપી અણું હજારો યોજન ચાલે છે.આકાશની પેઠે હજારો યોજનમાં વ્યાપી રહેલ છે, તો પણ તે અણુ “ગમન નો કર્તા” નથી, કલ્પનાથી તે યોજન-સમૂહ એ અણુ ની અંદર જ રહેલો છે.(૧)
--ચૈતન્ય-રૂપી પુરુષ સર્વ ઠેકાણે જાય છે (સ્થિર નથી) તો પણ જતો નથી (સ્થિર ઉભો રહે છે) “દેશ અને કાળમાં” ચૈતન્ય-પુરુષ પોતાની સત્તાથી આકાશ-રૂપી કોશ માં રહેલો છે, તેથી તે પ્રાપ્ત થાય તો પણ પ્રાપ્ત થતો નથી.ગમ્ય-વસ્તુ (જવાને યોગ્ય વસ્તુ) જેના શરીરમાં રહેલ છે, તે પોતે બીજે ક્યાં જાય? જેવી રીતે માતાએ પોતાના પુત્રને તેડયો હોય તો તે પુત્રને શોધવા બીજે ક્યાં જાય? તેવી રીતે પરમાત્મા ની સૃષ્ટિ રહે ત્યાં સુધી,અક્ષય રહે તેવો “ગમ્ય-મહા-દેશ” કે જે પરમાત્મા ની અંદર રહેલો છે, તે પરમાત્મા ક્યાં અને કયા પ્રકારે જાય? જેમ,ઘડાને એક દેશમાંથી બીજા દેશમાં લઇ જવામાં આવે તો ઘડો જાય છે પણ આકાશ જતું નથી, પણ ઘડાની અપેક્ષાથી ઘટાકાશ ગયું,એવી પ્રતીતિ થાય છે.પણ,(વળી) જો તે ઘડાનું મુખ બંધ કરવાથી ઘટાકાશ નું પણ જવું આવવું થતું નથી, તેમ,આત્મા સર્વ ઠેકાણે જાય છે તથા જતો પણ નથી, (૭)
--આત્માના તદ્રુપપણા નો અધ્યાસ થવાથી,જયારે જડરૂપ દેહ –એ ચૈતન્ય-પણાનો અને જડપણાનો પોતાના અંતઃકરણ માં અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ કરનારમાં “ચેતન-પણું અને જડ-પણું” એ બંને વિરુદ્ધ ધર્મ રહેલા છે,પણ પારમાર્થિક આત્માનું જ સ્વરૂપ છે,તે ચૈતન્ય-ધન જ છે.(૮) --આદિ તથા અંત થી રહિત એવા પરમ આકાશમાં ચૈતન્ય-ધન-રૂપી પરમાત્માએ ત્રણ જગત રૂપી વિચિત્ર ચિત્ર રચેલ છે (૯), --આત્મા ની સત્તાથી જ અગ્નિમાં સત્તા રહેલી છે અને તે આત્માની સત્તા જ સર્વ ઠેકાણે રહેલી છે, અગ્નિની પેઠે સર્વ ઠેકાણે તેનો પ્રકાશ છે, તો પણ તે દાહ કરે તેમ નથી (૧૦)
--ચૈતન્ય-રૂપી આત્મા નો આકાર ઝળહળતા અગ્નિ જેવો છે,વળી તે આકાશથી પણ નિર્મળ છે,અને
એ ચૈતન્ય નો એ પ્રકાશ જ અગ્નિ ની ઉત્પત્તિ કરનાર છે (૧૧). --આત્મા નો પ્રકાશ જ ચંદ્ર-સૂર્ય અને અગ્નિને પણ પ્રકાશ કરનાર છે,અને “મહા-કલ્પ” ના જળથી પણ નાશ પામે તેવો નથી (૧૨) --અનુભવ-રૂપી આત્મા હૃદય-રૂપી મંદિર ના દીપક-રૂપ છે.સર્વ સત્તા આપનાર છે, અને અનંત છે. તે પરમ-પ્રકાશક કહેવાયો છે,પણ (છતાં) આંખ થી દેખાય તેવો નથી.તે આત્મા સ્વયં-પ્રકાશ છે,