________________
183
(૪૮) એવો કયો નિમેષ (પલકારો) છે કે જેમાં કરોડો કલ્પો રહેલા છે? (૪૯) એવો કયો અણુ છે જેમાં જેમ બીજમાં વૃક્ષ રહે તે રીતે અનંત જગત રહેલા છે? (૫૦) એવું શું છે કે જેમાં બીજ વગેરે ઉત્પન્ન થયા નથી તો પણ ફટ દેખાય છે?
(૫૧) એવો કયો નિમેષ છે કે જેની અંદર-બીજ ની અંદર રહેલા વૃક્ષની પેઠે કલ્પ અને પ્રલય રહેલા છે? (૫૨) એવો કોણ છે જે કાર્યનું પ્રયોજન તથા કર્તા-પણા નો આશ્રય કર્યા વિના કાર્ય કરે છે? (૫૩) એવો કયો દ્રષ્ટા છે કે જે પોતાને નેત્ર નથી તે છતાં ભોગ્ય પદાર્થ ની સિદ્ધિ માટે પોતાના આત્માને
દૃશ્ય-પણા ને પામે છે, તથા બહારની દૃષ્ટિ થી દૃશ્ય પદાર્થ જોવા છતાં પોતાના આત્માને જુએ છે? (૫૪) જેમાં સઘળું દય(જગત) ચલિત છે એવા આત્માને -દયના અભાવ માટે જોનાર
કોણ નજર આગળ દેખાતા દૃશય (જગત) ને દેખતો નથી? (૫૫) આંખ દૃશ્ય-પદાર્થ નો પ્રકાશ કરે છે, તેની પેઠે આત્મા,દર્શન અને દૃશ્ય-એ ત્રણે ને અપરોક્ષ-પણા થી
કોણ પ્રકાશિત કરે છે? (૫૬) જેમ,સુવર્ણ થી કુંડળ વગેરે પ્રકટ થાય છે-તેમ,કોની વિક્ષેપ-શક્તિથી દ્રષ્ટા, દર્શન અને દુશ્ય
એ ત્રણ પ્રગટ થાય છે. (૫૭) જેમ જળથી તરંગ જુદા નથી તેમ કયા પદાર્થો થી કોઈ પણ પદાર્થ જુદો નથી? (૫૮) જેવી રીતે જળમાં મોજાં જુદાં જણાય છે તેવી રીતે કોની ઇચ્છાથી જગતમાં જુદા-પણું દેખાય છે? (૫૯) એવો કયો પદાર્થ છે કે જે દેશ-કાળ-વસ્તુના પરિચ્છેદથી રહિત સત તથા અસત-રૂપે હોય? (૧૦) જેમ જળથી દ્રવ-પણું જુદું નથી તેમ,કયા પદાર્થ થી દૈત-પણું જુદું નથી?
(૬૧) જેમ,બીજ વૃક્ષને ધારણ કરે છે તેમ,કોણ (૧) દ્રષ્ટા-દર્શન અને દૃશ્ય (૨) સત-અસત-રૂપ જગતને
(૩) અને તિરોહિત અવસ્થામાં પોતાને રાખીને –નિરંતર રહે છે? (૬૨) ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં ભ્રમ-રૂપી જગત કોનાથી રહેલું છે? (૬૩) બીજામાં વૃક્ષ રહે તેમ કોની અંદર જગત રહેલું છે? (૬૪) જેમ,બીજ, ઝાડપણાથી અને ઝાડ,બીજપણા થી ઉદય પામે છે તેમ,પોતાના રૂપ નો ત્યાગ કર્યા વિના
કોણ ઉદય વિના પણ ઉદય થાય છે? (૬૫) એવું શું છે કે જેની અપેક્ષા થી કમળ-તંતુ પણ મેરુ (પર્વત) ના જેવો દૃઢ હોય? (૬૬) એવો કયો દૃઢ તંતુ છે કે જેની અંદર કરોડો મેરુ જેવા પર્વતો રહેલા છે? (૬૭) આ અનેક ચેતનો થી ભરેલું જગત કોનાથી વ્યાપી રહ્યું છે? (૬૮) તમે કોના આધારથી જગતમાં વ્યવહાર કરો છો? (૧૯) કોના આધાર થી તમે જેનો વધ કરવો જોઈએ તેનો વધ કરો છો? (૭૦) કોના આધાર થી તમે જગતનું પાલન કરો છો? (૭૧) એવું શું છે કે જેના દર્શન થી તમારો અભાવ છે? (૭૨) એવું શું છે જેના દર્શનથી તમે સદા તદ્રુપ જ થાઓ છો?
કર્કટી કહે છે કે આટલા પ્રશ્નો ની શાંતિ થવા માટે તમે તેનો ઉત્તર આપો.અને આત્માકારવૃત્તિના આવરણરૂપે રહેલા આ મારા શંશય ને તમે દૂર કરો.જે મનુષ્ય ની પાસેથી (તેના જવાબથી) “મૂળ-સહિત-સંશય” નથી મટતો,તે મનુષ્ય પંડિત ની ગણતરીમાં આવતો નથી. જો તમે મારા આ સંશય ને મટાડશો નહિ, તો તમે મારા જઠર-રૂપી અગ્નિના કાષ્ટ-રૂપ થઇ પડશો. અને તમારા બંને નો નાશ કર્યા પછી હું તમારા આખા દેશને ગળી જઈશ. જો તમે પ્રશ્નોના ઉત્તર આપશો તો તમે સારા રાજા થશો,એમ હું માનીશ,અને ઉત્તર નહિ આપો તો મૂર્ખ-પણાથી ક્ષય (મરણ) પામશો.
આમ કહી તે રાક્ષસી ચુપ થઇ,બહારથી તે ભયંકર આકૃતિવાળી હતી તો પણ તે અંતઃકરણ થી શુદ્ધ,