________________
(૯) ચૈતન્ય-રૂપી આકાશમાં વિચિત્રતા કરનાર કોણ છે?
(૧૦) અગ્નિ-પણા નો ત્યાગ ના કરે અને દાહ પણ ના કરે એવો કયો અગ્નિ છે?
(૧૧) અગ્નિ ન હોય તેમાંથી અગ્નિ કેમ પેદા થાય?
(૧૨) સૂર્ય-ચન્દ્ર-તારા વિના અવિનાશી પ્રકાશ કોનો છે?
(૧૩) એવી કઈ વસ્તુ છે જે આંખથી ના દેખાય,પણ સર્વ પ્રકાશને ઉત્પન્ન કરે છે?
(૧૪) એવો કયો ઉત્તમ પ્રકાશ છે કે-જે લતા,કળીઓ.પુષ્પો અને આંખ ના હોય તેવાઓને પ્રકાશ કરે છે?
(૧૫) આકાશ વગેરે પાંચ-મહાભૂત ને ઉત્પન્ન કરનાર કોણ છે?
(૧૬) સત્તાને સત્તા આપનાર કોણ છે?
(૧૭) એવો કયો ભંડાર છે કે જેમાં જગત-રૂપી રત્ન છે? (૧૮) એવો કયો મણિ છે જેમાં જગત-રૂપી કોશ રહેલો છે? (૧૯) એવો કયો અણુ છે જે જે અંધકારનો પ્રકાશ કરે છે? (૨૦) છે અને નથી તેવો અણુ કયો છે?
(૨૧) દૂર છતાં દૂર નથી તેવો અણુ કયો છે?
(૨૨) એવું શું છે જે અણુ છતાં પર્વત-રૂપ છે?
(૨૩) એક નિમેષ (પલકારો) નો કાળ એક કલ્પ નો કેમ ગણાય?
(૨૪) એક કલ્પ નિમેષ કેમ ગણાય?
(૨૫) પ્રત્યક્ષ છતાં અસત્-રૂપ એવું શું છે? (૨૬) ચેતન છતાં અચેતન છે એવું શું છે? (૨૭) વાયુ છતાં વાયુ-રૂપ નથી એવું શું છે? (૨૮) એવું શું છે જે શબ્દ છતાં શબ્દ-રૂપ નથી? (૨૯) એવું શું છે જે સર્વ-રૂપ છતાં કંઈ નથી? (૩૦) જેને અહંતા છતાં અહંતા નથી એવું શું છે?
(૩૧) ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી મળે એવી વસ્તુ કઈ છે?
(૩૨) પ્રાપ્ત થાય તે છતાં કંઈ પણ પ્રાપ્ત થયું નથી એવું શું છે?જે સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી તે શું છે?
(૩૩) સ્વસ્થ પણે જીવવા છતાં કોણે પોતાના આત્માનો નાશ કર્યો છે?
(૩૪) એવો કયો અણુ છે કે જે પોતાનાથી મેરુ પર્વત ને ઉત્પન્ન કરે છે?કોણ ત્રિભુવન ને તૃણ-રૂપ કરે છે? (૩૫) કયા અણુએ સેંકડો યોજનો પૂર્ણ કર્યા છે?
(૩૬) અણુ છતાં કોણ સેંકડો યોજન માં સમાતો નથી?
(૩૭) દૃષ્ટિ-માત્રથી કોણ જગત-રૂપી બાળક ને નચાવે છે?
(૩૮) એવો કયો અણુ છે જેના ઉદરમાં પર્વતોના સમુહો રહેલા છે?
(૩૯) એવો કયો અણુ છે જે પોતાના અણુપણા નો ત્યાગ કર્યા વિના પણ મેરુ-પર્વત કરતાં પણ સ્થૂળ છે? (૪૦) એવો કયો અણુ છે જે મોવાળા(ઘાસ) ના અગ્ર ના સો મા ભાગનો હોય તો પણ પર્વતથી ઉંચો છે?
(૪૧) એવો કયો અણુ છે જે પ્રકાશ અને અંધકાર એ બંને ને પ્રગટ કરનાર દીવા-રૂપે હોય?
(૪૨) એવો કયો અણુ છે કે જેની અંદર સર્વ અનુભવ-રૂપી અણુ રહેલા છે? (૪૩) એવો કયો અણુ છે જે પોતે સ્વાદ-રહિત હોવા છતાં બીજાને સ્વાદિષ્ટ લાગે છે? (૪૪) એવો કયો અણુ છે જે સર્વ નો ત્યાગ કરવા છતાં સર્વ નો આશ્રય કરે છે?
(૪૫) એવો કયો અણુ છે જે પોતાને ઢાંકવા સમર્થ ના હોવા છતાં સમસ્ત જગતને ઢાંકે છે? (૪૬) એવો કયો અણુ છે કે-જેની સત્તા વડે જગતનો લય અને ઉત્પત્તિ થાય છે? (૪૭) એવો કયો અણુ છે કે-જે અવયવ-રહિત છે,તો પણ હજારો હાથ વાળો અને નેત્રવાળો છે?
182