________________
બાકી તો મને લાગે છે કે શું તને જ ભય છે? તું આકાર અને શબ્દ થી અમારા સન્મુખ થઈને ઉભો રહે.
રાક્ષસીએ વિચાર્યું કે-રાજાએ વચન તો મનોહર કહ્યાં છે.પછી તે રાજાની અધીરતા ટાળવા અને તેમની આગળ પ્રત્યક્ષ થવા તેણે ફરી નાદ અને હાસ્ય કરી રાજાની સામે ઉપસ્થિત થઇ.
અત્યંત ભયંકર દેખાતી તે રાક્ષસીને જોઈને રાજા અને કારભારી ક્ષોભ પામ્યા વિના ઉભા રહ્યા,કારણકે, સત્ય અને અસત્ય ના વિવેક થી શોભતા માણસને કોઈ પણ પદાર્થ થી ભય કે મોહ થતો નથી.
મંત્રી કહે છે કે-હે,રાક્ષસી,ઇચ્છિત વસ્તુ સિદ્ધ કરવા માટે તારે આટલો મોટો ક્રોધ કરવાનું કારણ શું છે? હલકો મનુષ્ય થોડા કામમાં પણ ઘણો ક્રોધ કરે છે માટે તું ક્રોધ નો ત્યાગ કર,ક્રોધ તને શોભતો નથી, બુદ્ધિમાન મનુષ્ય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં યુક્તિથી જ વર્તે છે.
હે,અબળા,જેવી રીતે પવન ખડ અને પાંદડાં ને ઉડાડી મૂકે છે તેવી રીતે તારા જેવાં હજારો મગતરાંને અમે ધીરજ-રૂપી વાયુ થી ઉડાડી મુક્યા છે.તું કહે કે તારી શું ઈચ્છા છે? યાચના કરવા આવેલો કોઈ પણ મનુષ્ય પોતાની કોઈ પણ ઈચ્છા પુરી કર્યા વિના અમારી પાસેથી પાછો ગયો નથી.
મંત્રીએ આ પ્રમાણે કહ્યું એટલે રાક્ષસીએ વિચાર કર્યો કે-અહો,આ પુરુષમાં સિંહ-સમાન એવા આ બંને નું ધૈર્યઅને બુદ્ધિ-બળ કેવાં શુદ્ધ છે! આ બંને દુષ્ટ મનુષ્ય હોય તેમ હું માનતી નથી.આ બંને એ ઘણું કરીને મારા મનનો અભિપ્રાય જાણ્યો છે,અને મેં પણ તેમનો અભિપ્રાય જાણ્યો.મને લાગે છે કે-આ બંને અવિનાશી,આત્મજ્ઞાની અને બુદ્ધિશાળી છે,તેથી તેઓ અભય-રૂપ છે.અને મારે તેમનો નાશ કરવો જોઈએ નહિ.પણ લાવ,ત્યારે મારા મનમાં જે કંઈ સંદેહ થયો છે તે એમને હું પુછું.
મેં
તેણે પૂછ્યું કે-તમે બંને કોણ છો? તે કહો,નિર્મળ મનુષ્ય ના દર્શન કરવાથી તેની સાથે મિત્રતા થાય છે.
મંત્રીએ કહ્યું કે-આ કિરાત-દેશના રાજા(વિક્રમ) છે અને હું તેમનો મંત્રી છું.અમે રાત્રિચર્યા થી તારા જેવા દુષ્ટોનો નાશ કરવા તત્પર થયા છીએ.દુષ્ટોને સજા કરવી એ જ રાજાનો ધર્મ છે.
રાક્ષસીએ કહ્યું કે-સારો રાજા હોય તેને સારો કારભારી હોય અને જેને સારો કારભારી હોય તે સારો રાજા છે. સારા કારભારીએ પોતાના રાજાને વિવેકમાં જોડવો,અને જે વિવેકથી તે શ્રેષ્ઠ-પણા ને પામે છે. બધા ગુણોમાં અધ્યાત્મ-જ્ઞાન એ જ ઉત્તમ ગુણ છે,અને જેનામાં આવો ગુણ હોય તે જ ઉત્તમ છે.
જો તમને આત્મ-વિદ્યાનું જ્ઞાન હોય તો તમારું કલ્યાણ છે,પણ જો તેમ ના હોય તો તમે પ્રજાનું અનર્થ કરનાર છો એમ જાણી ને હું તમારું ભક્ષણ કરીશ.પણ તે પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પુછું છું,તેનો
તમે મને બુદ્ધિથી વિચાર કરીને ઉત્તર આપશો તો તમે મારા પ્રીતિ-પાત્ર થશો.
હે,રાજા,તમે કે તમારો મંત્રી,મારા પ્રશ્નો નો ઉત્તર આપો,મને તે સાંભળવાની અત્યંત ઈચ્છા છે.
(૭૯) કર્કટીએ રાજા અને મંત્રી ને પૂછેલા ૭૨ પ્રશ્નો
વશિષ્ઠ કહે છે કે-રાક્ષસીએ જયારે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે –પૂછો.
એટલે તે રાક્ષસીએ પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો.
(૧) સમુદ્રમાં જેવી રીતે લાખો બદબુદ થાય છે અને લય પામે છે,તેવી રીતે જેની અંદર લાખો બ્રહ્માંડો નો લય થાય છે તેવો અનેક સંખ્યાવાળો કયો એક અણુ છે?
(૨) કઈ એક વસ્તુમાં આકાશ અને અનાકાશ–બંને વસ્તુ છે?
(૩) કિંચિત છે તે નકિંચિત કેમ થાય?કંઈ પણ નથી અને કંઈક છે તેવી કઈ વસ્તુ છે?
(૪) “ત્યું” પદમાં “અહં” પદ કેમ આવે? (૫) “અહં” પદ માં “સ્વં” પદ કેમ આવે?
181
(૬) ચાલવા છતાં કોણ ચાલતો નથી (૭) સ્થિર ઉભો રહેતો નથી છતાં કોણ સ્થિર ઉભો રહે છે?
(૮) ચૈતન્ય તથા જડ-એ બંને વિરુદ્ધ કર્મ કયા એક પદાર્થમાં છે? ચૈતન્ય છતાં પથ્થર જેવો કયો પદાર્થ છે?