________________
180
મારે તેનો આહાર કરવો જોઈએ નહિ.તેવા આહાર કરતાં તો મરવું વધારે સારૂ છે.ન્યાય થી મેળવેલો આહાર કર્યા વિના કદાપિ મારા દેહ નો ત્યાગ થાય તો તેમાં કોઈ અન્યાય નથી. ભોજન કરીને જીવવામાં મારે કંઈ ઇષ્ટ નથી અને મરણ થવામાં કંઈ અનિષ્ટ નથી. હું તો માત્ર “મનો-માત્ર” છું, દેહ-વગેરે તો ભ્રમથી ભૂષણ-રૂપ છે.અને તે ભ્રમ પણ જ્ઞાનથી નાશ પામે છે. માટે મારે,જીવન-મરણ જેવું કશું છે જ નહિ.
વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે વિચાર કરીને તે કર્કટી રાક્ષસી મૌન રહી પોતે રાક્ષસી હોવા છતાં તેણે રાક્ષસી. સ્વભાવનો ત્યાગ કર્યો-એટલે વાયુદેવે પ્રસન્ન થઈને કહ્યું કે-હે કર્કટી,તું જા. અને અજ્ઞાની-લોકો ને જ્ઞાનનો ઉપદેશ કર,કારણકે અજ્ઞાની ને બોધ આપવો તે જ મહાત્મા નો સ્વભાવ છે.તારો ઉપદેશ સાંભળવા છતાં જેનામાં જ્ઞાનનો ઉદય ના થાય તેનો તારે નાશ કરવો, એથી તારી સુધા શાંતિ થશે.અને તે અન્યાય પણ ગણાશે નહિ.કારણકે બોધ આપવા છતાં જેને બોધ થાય નહિ તેઓ આમેય પોતાની મેળે જ નષ્ટ થતા હોય છે.
એ પ્રમાણે વાયુદેવ ના વચન સાંભળીને તેમનો આભાર માનીને તે રાક્ષસી પર્વત પરથી નીચે ઉતરી, અને રાતે ઘોર અંધારા-વાળા માર્ગે હિમાલયની સમીપ રહેલા (ભીલ ના) દેશ તરફ પ્રયાણ કર્યું.
(૭) રાત્રિ નં તથા ભીલના રાજા અને તેના પ્રધાન નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ, રાત્રિના સમયે તે રાક્ષસી ભીલોના પ્રદેશમાં આવી. તે વખતે આકાશ ચન્દ્ર-રહિત હતું,કાળા તમાલ (ના વૃક્ષથી) બનેલા વનથી તે રાત્રિ અતિ-પુષ્ટ અને ઘાટી લાગતી હતી,લતાની ઘટાઓને લીધે નક્ષત્રો નો પ્રકાશ દેખાતો નહોતો અને અંધારામાં લોકોની ગતિ મંદ થઇ ગઈ હતી.ચૌટા પરના દીવા વાયુથી વાંકા થયેલા હતા, તેથી અંધકારની વૃદ્ધિ જણાતી હતી. નગરનાં માણસો સૂઈ રહેલા હતા અને વનમાં પવન ફૂંકાતો હતો.માળામાં પક્ષી સૂઈ રહ્યા હતા,ગુફામાં સિંહ સૂઈ રહ્યા હતા,કાળિયાર મૃગોએ વિશ્રાંતિ લીધી હતી.આકાશમાં ઝાકળના કણ ચમકતા હતા. બળી ગયેલા લાકડાંના પોલાણ જેવી તે રાત્રિ અત્યંત ઘાટી અને કાળી હતી.
ભીલ ના તે દેશમાં તે ભયંકર રાત્રિમાં જયારે સર્વ સૂઈ રહ્યાં હતાં, તે સમયે ધીરજ-વાળો તે દેશનો “વિક્રમ” નામનો રાજા તથા તેનો કારભારી એ બંને જણા –રાત્રિચર્યાથી ચોર લોકો નો વધ કરવા માટે શહેરમાંથી બહાર નીકળ્યા-તેમને તે કર્કટી રાક્ષસીએ જોયા.એ બંને ને જોઈ રાક્ષસીએ વિચાર કર્યો કેઅહો,મને ભસ્ય મળ્યું.આ રાતના સમયે પ્રાણીઓ ની હિંસા કરીને ભોજન કરનારા મૂઢ આત્માઓ લાગે છે, પણ કદાપિ આ બંને માણસો ગણવાન અને મોટા મન વાળા હોય તો મારાથી તેમનો નાશ થઇ શકે નહિ, તેથી તેમની પરીક્ષા કરવી યોગ્ય છે.અને જો તે લોકો ગુણવાન હશે તો હું તેમનું ભોજન કરીશ નહિ. અને જો ગુણવાન નહિ હોય તો તેઓ મારા ભોજન ને લાયક છે.
(૭૮) રાજા તથા મંત્રી ની સાથે રાક્ષસી નો સંવાદ
વશિષ્ઠ કહે છે કે તે રાક્ષસીએ મેઘની ગર્જના જેવો ગંભીર નાદ કર્યો અને તે રાજાને પૂછ્યું કેતમે કોણ છો?તમે પૂજ્ય બુદ્ધિવાળા (આત્મ-જ્ઞાની) છો કે દુર્બુદ્ધિ વાળા છે? તમે મારો કોળિયો થવા આવો છો,માટે તમે દુષ્ટ મરણ ને યોગ્ય જ લાગો છો.
રાજા કહે છે કે અરે,ભૂત તું કોણ છે?તારો દેહ દેખાડ,ભમરીના જેવા તારા શબ્દો થી કોણ બીએ છે? કાર્ય-સાધક મનુષ્ય પોતાના કાર્યમાં સિંહ ની જેમ દોટ મૂકે છે,માટે બહુ બોલ્યા વિના તારું પરાક્રમ દેખાડ, અમને ક્રોધના શબ્દ સંભળાવી બીવડાવવાનો કોઈ અર્થ નથી,તારે શું જોઈએ છે? તે હું તને આપીશ.